ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે આ ખેલાડી અંગે જાણો શુ કહ્યું??

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર અને હાલના દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરનું માનવું છે કે ફાસ્ટ બૉલર આવેશ ખાનનું લક્ષ્ય માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સુધી જ ન હોવું જોઈએ. પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, આવેશ ખાન પાસે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમવાની કુશળતા છે. આવેશ ખાનને દક્ષિણ આફ્રિકા આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી હતી.

જોકે તેને કોઈ વિકેટ મળી નહોતી, પરંતુ એક હાઇ સ્કોરિંગ મેચમાં બોલિંગ કરવા માટે તેણે પોતાની 4 ઓવરની સ્પેલમાં 35 રન જ આપ્યા હતા. એક સ્પોર્ટ્સ ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌતમ ગંભીરને આવેશ ખાન સાથે કામ કરવાના અનુભવ બાબતે પૂછવામ આવ્યું હતું. તેના પર આવેશ ખાનની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટરના રૂપમાં કામ કરનારા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, આ બૉલર પાસે ઘણી પ્રતિભા છે અને તેની પાસે સ્પીડ છે, મુશ્કેલ ઓવરો ફેકવા માટે એક મોટું દિલ છે, પરંતુ હું તેને દરેક મેચમાં સારો થતો જોવા માગું છું.

તે એક યુવા બૉલર છે, તેનું લક્ષ્ય માત્ર IPL હોવું ન હોઈએ. T20 વર્લ્ડ કપ આગળ આવી રહ્યો છે. ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, તેની પાસે એ વલણ છે જે એક ફાસ્ટ બૉલર પાસે હોવું જોઈએ અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તે અત્યારે યુવા છે અને શીખવા માગે છે. જો તે સતત મહેનત કરતો રહ્યો તો T20મા જ નહીં, પરંતુ ત્રણેય ફોર્મેટમાં એક શાનદાર બૉલર બની શકે છે અને ગૌતમ ગંભીરને આવેશ ખાનની T20 મેચના બધા ચરણોમાં બોલિંગ કરવાની કુશળતા બાબતે પણ પૂછવામાં આવ્યું.

તેના પર તેમણે કહ્યું કે, તે ક્ષમતા સ્પીડ સાથે આવે છે. જો તમારી પાસે સ્પીડ છે તો તમે ત્રણેય ચરણોમાં આત્મવિશ્વાસ અનુભવો છો. ગૌતમ ગંભીરે આગળ કહ્યું કે, આપણે ઘણા એવા ક્રિકેટર જોયા છે જેની પાસે એ સ્પીડ નથી જે આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા અને જસપ્રીત બૂમરાહ પાસે છે. તો તમારે તેમને વધારે સુરક્ષા આપવી પડશે અને આવેશ ખાન પાસે દક્ષિણ આફ્રિકા સામેની આગામી 4 મેચોમાં સારું કરીને સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કરવાનો ચાન્સ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.