સુરતમાં જાહેરમાં ગળુ કાપનારા વિશે જાણો શુ કહ્યું ગોપાલ ઈટાલીયાએ ??

રાજ્યમાં મહિલા કે પછી યુવતીઓ હુમલા, છેડતી કે પછી બળાત્કાર થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજમાં આવેલા પાસોદરા ગામમાં એક યુવતીની હત્યાની એક તરફી પ્રેમમાં પાગલ દ્વારા પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ યુવકે પણ ઝેરી દવા પી લીધી હતી અને પોતાના હાથની નશ પણ કાપી નાંખી હતી અને આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ વિપક્ષે પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર એક પોસ્ટ શેર કરીને ગુજરાત સરકાર વિશે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના રાજમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદો કે અદાલતની બીક રહી નથી અને નવીનવાઈના ગૃહમંત્રી બનેલા હર્ષ સંઘવી હિરોગીરી કરવામાંથી નવરા નથી પડતા..

ઈટાલિયાએ લખ્યું કે, હર્ષ સંઘવી હિરોગીરી કરવામાં વ્યસ્ત, ગુંડાઓ ગુંડાગીરીમાં અલમસ્ત. રોજ હત્યા, બળાત્કાર, લુંટ, અપહરણ, ચોરી, વ્યાજખોરી વગેરે વગેરે સમાચારોથી લથબથ થયેલું લાલચોળ છાપું આવે છે કારણ કે. જનતા બિચારી આ મોંઘવારીમાં પોતાનું અને પરીવારનું ભરભોષણ કરવામાં, ઘરના ચાર છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પેજ પ્રમુખનું મજબુત સંગઠન બનાવી 182 સીટનો ટાર્ગેટ સિદ્ધ કરવામાં વ્યસ્ત છે.

ઈટાલિયાએ લખ્યું કે, કહેવાતા રોબોટ મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના આદેશ પ્રમાણે હાજી…હાજી…કરવામાં વ્યસ્ત છે અને નવીનવાઈના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસનો દુરઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોને ધમકાવામાં, ખોટા કેસો કરાવામાં, વિરોધ પક્ષના લોકોને યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં અને તેને ભાજપમાં જોડવામાં તેમજ મિડિયામાં હિરોગીરી કરવામાં વ્યસ્ત છે.

આ ઉપરાંત ઈટાલિયાએ કહ્યું હતું કે, ભાજપના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં રાડારાડી અને માથાકૂટ કરવામાં વ્યસ્ત છે. ટૂંકમાં બધા પોત-પોતાની રીતે વ્યસ્ત છે એટલે જ ભાજપના રાજમાં ગુંડાઓ, મવાલીઓ, લુખ્ખાઓ, ટપોરીઓ, બે-નંબરીયાઓ, તોડબાજો, વ્યાજખોરો, ભ્રષ્ટાચારીઓ, ભેળસેળીયાઓ, ખંડણીખોરો, પેપરફોડુંઓ, બળાત્કારીઓ અને માફીયાઓ ભાજપના ભષ્ટ્ર નેતાઓની મદદથી ગુનાખોરી આચરવામાં મસ્ત છે. હિરોગીરી કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.