ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ચૂંટણીને લઇ હવે ગણતરીના મહિનાઓ બાકી છે. જેને લઇ તમામ રાજ્કીયપક્ષો તડામાર તૌયારી લાગી ચુક્યા છે. ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની સિઝન પણ પુરજોશમાં ચાલતી હોય છે. તમામ રાજ્કીય પક્ષો દ્ધારા ભરતી મેળો યોજાવામાં આવ્યુ છે અને છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કાર્યકારી અઘ્યક્ષ હાર્દિક પટેલ ભાજપ જોડાયા તેવી અટકળોએ જોર પકડ્યુ હતુ.
હાર્દિક પટેલે કોંગ્રેસ નેતૃત્વ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભાજપના કામોની સરાહનીય કરી હતી જેને લઇ અનેક તર્ક-વિર્તક સર્જાયા હતા અને ભાજપ જોડાવા અંગે વાત વચ્ચે હાર્દિક પટેલે નિવેદન આપાતા તમામ અટકળોના છેદ ઉડાવ્યા તેમણે જણાવ્યુ હતુ કે ભાજપ જોડાવાની વાતો અફવા છે.
જે ગુજરાતનું હિત થાય તેવુ હું ચોક્કસ કરીશ રાજકીય ઓળખાણ કરતા મોટી ઓળખાણએ છે કે હું ગુજરાતનો છું ગુજરાતી છું જામનગરમાં લોકડાયર દરમિયાન ભાજપ નેતાઓ સાથે મુલાકાત તેમણે એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપાવનું કહી સમાજના લોકો સાથે કાર્યક્રમ કર્યા હોવાનું જણાવ્યુ હતુ અને થોડાક દિવસ આગાઉ કોંગ્રેસથી લાંબા સમયથી નારાજ ચાલી રહેલા આદિવાસી સમાજના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોગ્રેસને રામ-રામ કહી ભાજપમાં કેસરિયો ધારણ કર્યુ હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.