ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં અત્યાર સુધીમાં 5 વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ (MI)ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ચાહકો આ વખતના MIના પ્રદર્શનથી સખત નારાજ છે. હજુ 13 એપ્રિલે જ પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઇ 5મી વખત હારી ગયું. પંજાબ કિંગ્સે MIને 12 રનથી હરાવી દીધું હતું અને એકધારી 5મી હારને કારણે પોઇન્ટ ટેબલ્સ પર મુંબઇ ઇન્ડિયન્સનું સ્થાન સાવ નીચે પહોંચી ગયું છે.પંજાબ સામેની હાર પછી MIને વધુ એક ઝટકો લાગ્યો છે.
હકિકતમાં, સ્લો ઓવર રેટ માટે MIના કેપ્ટન રોહિત શર્મા પર 24 લાખ રૂપિયા, જયારે પ્લેઇંગ ઇલેવનના બાકીના સભ્યો પર 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા રકમ, બેમાંથી જે ઓછું હોય તે દંડ ભરવો પડશે. રોહિત શર્માની ટીમ નક્કી કરેલા સમય મર્યાદામાં 20 ઓવરનો કોટો પુરો કરવામાં નિષ્ફળ રહી હતી.અને આ પહેલાં,દિલ્હી કેપિટલ્સની સામેની મેચમાં પણ સ્લો ઓવર રેટ માટે રોહિતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
હાલની ચાલી રહેલી IPLની સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સે નિર્ધારિત સમયમાં 20 ઓવર પુરી કરવી પડશે, નહી તો તેનું મોટું નુકશાન ભોગવવાનું આવી શકે છે. જો મુંબઇ ઇન્ડિયન્સ ફરી ત્રીજી વખત આ ભૂલ દોહરાવશે તો રોહિત પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.અને સાથે જ નિયમાનુસાર એક મેચ પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.
ન્યૂનતમ ઓવર રેટનો નિયમ કહે છે કે, એક સિઝનમાં ત્રીજી વખત દોષિત ઠર્યા બાદ, બોલિંગ ટીમના કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેના પર ટીમની આગામી લીગ મેચમાં રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.અને પ્રતિબંધનો સામનો કર્યા પછી પણ જો ટીમ આ સિઝનમાં ત્રણ વખત ધીમી ઓવર માટે દોષિત સાબિત થશે તો કેપ્ટનને ફરીથી પ્રતિબંધનો સામનો કરવો પડશે.
મુંબઇ ઇન્ડિયન્સે હવે 6ઠ્ઠો મુકાબલો 16 એપ્રિલે કે એલ રાહલુની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટસ સાથે થવાનો છે. મુંબઇના ઐતિહાસિક બેબ્રોન સ્ટેડિયમ પર આ મેચ રમાવવાની છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે આ મેચ બધા રીતે મહત્ત્વની છે.અને એક તો સતત 5 મેચ હાર્યા પછી હવે છઠ્ઠી મેચ જીતવાનું પ્રેસર ઉભું થશે અને નિર્ધારિત સમયમાં ઓવર પુરી કરવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.