નીડર અને બોલ્ડ કન્ટેન્ટથી પ્રકાશ ઝા સમાજને સત્યતા દેખાડતા આવ્યા છે. સત્તાની રાજનીતિ હોય અથવા આસ્થાના નામ પર ધર્મ ગુરુઓની રાજનીતિ અને કોઈ પણ ભય વગર સાચી સ્ટોરીઓને મોટા પડદા પર દેખાડવાની તેમની કળા કમાલની છે. સાચી સ્ટોરીને કોઈના પણ ડર વગર લોકો સમક્ષ રજૂ કરનારા ડાયરેક્ટર પ્રકાશ ઝાએ હાલમાં જ આશ્રમ 3ની પ્રેસ કોન્ફરન્સમાં પહેલી વખત કહ્યું કે જ્યારે ન જોઈતી હલચલ અથવા વિરોધનો સામનો થાય છે તો તેમને પણ ડર લાગે છે.
મુંબઈના જૂહુના ફાઈવ સ્ટાર હોટલમાં રાખવામાં આવેલી એમએક્સ પ્લેયરની સૌથી મોટી વેબ સીરિઝ એક બદનામ-આશ્રમ 3ની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ડાયરેક્ટર પ્રકાશ ઝાને પૂછવામાં આવ્યું કે આશ્રમની પહેલી સીઝનમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી અને હાલની સીઝનમાં તેમની પર શ્યાહી ફેંકવામાં આવી છે, તો તે શું આવા થનારા હંગામાથી ડરે છે કે નહીં. આ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે- આશ્રમ અંગે કંઈક એવું છે કે ગમે ત્યારે કશું થઈ પણ શકે છે. તેમજ કોઈ કંઈ પણ કરી શકે છે કારણ કે અમે ટોપિક જ એવો પસંદ કર્યો છે. જે સમાજનો વિષય છે અને લોકો સાથે સંબંધ રાખે છે. પરંતુ અહીં આ કોઈ એક વ્યક્તિ અથવા કાલ્પનિક સ્ટોરી નથી અને હું કહું કે મને ડર નથી લાગતો તો એ વાત તદ્દન ખોટી છે.
તેણે આગળ કહ્યું હતું કે- પરંતુ ડરીની જીવવાનું પણ સારી વાત નથી, તો હું તેની સાથે જીઉં છું અને હંમેશાથી જે કહેવું છે તેને કહેવાનું જ મન થાય છે. કોઈ વ્યક્તિને જો વ્યક્તિગત રીતે ઈજા પહોંચાડ્યા વગર કંઈક કહી શકું, તો હું કોશિશ કરું છું કે હું તેને કહું પછી તે રાજકીય હોય કે ધાર્મિક હોય કે વ્યવસાયિક. પ્રકાશ ઝા કહે છે કે- પથ્થરો ફેંકવામાં આવે છે, ગાળો આપે છે. એફઆઈઆર નોંધાય છે, તેનાથી બીજું કંઈ નહીં પરંતુ લોકોના હાથ મજબૂત થાય છે. આશ્રમનો બોબી દેઓલ બાબા નિરાલાનો વેશ ધારણ કરીને લોકોને પોતાની માયાજાળમાં ભરમાવી રહે છે. તેવામાં જ્યારે પ્રકાશ જાને પૂછવામાં આવ્યું કે બોલિવુડમાં તે કોને બાબા નિરાલા સમજે છે તો તેણે કહ્યું હતું કે મારા બધા મિત્રો મને જ બાબા નિર્મળ સમજે છે અને 3 જૂનના રોજ એમએક્સ પ્લેયર પર આશ્રમ-3 સીરિઝ લોન્ચ થવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.