કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર આજે વિધાનસભામાં વેલ તરફ ધસી જતા થોડીવાર માટે બધા ચોંકી ગયા હતા.અને હકિકતનાં વાત એવી હતી કે, કોરોનાકાળમાં પોતાની ગ્રાંટ ક્યાં વાપરવામાં આવી છે તેનો મંત્રીએ જવાબ ન આપતા ધારાસભ્ય વેલમા ધસી આવ્યા હતા. તો બીજી તરફ મંત્રી રુષીકેશ પટેલે આ અંગે જવાબ આપતા કહ્યું કે તેમની ગ્રાંટ આયોજન વિભાગ અંતર્ગત વાપરવાની હોય છે એ સામાન્ય વહીવટ વિભાગના હવાલે આવે છે.
તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેર નો પ્રશ્ન હતો કે મારી દોઢ કરોડની ગ્રાંટ કોરોના સમયે મશીન ફાળવણી માટે આપી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય માહિતી અપાતી નથી. અને જેને લઈને આજે તેઓ વેલમાં ધસી ગયા હતા. અમરિશ ડેર રાજુલાના ધારાસભ્ય છે.અને આ અગાઉ પણ તેઓ રેલવેની જમીનને લઈને આંદોલન કરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.