ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. આ ત્રણેયની હત્યા કરવામાં આવી છે. છેલ્લા ૧૨ કલાકમાં કાનપુરમાં આ પાંચમી હત્યા છે. જેને પગલે પોલીસ પ્રશાસન દોડતું થઇ ગયું છે. ત્યારે લોકોના મનમાં ભયનો માહોલ છે. કાનપુરમાં જ સમાજવાદી પાર્ટીના એક નેતાની જાહેરમાં દોડાવી ને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારે અગાઉ ગોરખપુર અને લખનઉમાં પણ અત્યારની ઘટનાઓ સામે આવી હતી.
સમાજવાદી પાર્ટીના હર્ષ યાદવ નામના નેતાની કેમ હત્યા કરવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું.અહેવાલો છે કે સમાજવાદી પાર્ટીના નેતા હર્ષને બદમાશોએ પહેલાં બજારમાં દોડાવ્યો હતો. બાદમાં તેને ગોળી મારી દીધી હતી.
હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પણ છેલ્લા ૧૨ કલાકમાં ઉત્તર પ્રદેશમાં પાંચ લોકોની હત્યા થઈ ગઈ છે. જેને પગલે રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને યોગી સરકારની કામગીરી પર ચોક્કસ સવાલ ઉઠવા લાગ્યા છે .હત્યાઓની આ ઘટનાઓ સામે એવા સમયે સામે આવી છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.
https://www.youtube.com/watch?v=xwyZX8B4c2E&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.