રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક ચેરમેન જયેશ રાદડિયા પર થયેલા આક્ષેપ બાદ ફરી એકવખત રાજકોટમાં સહકારી સંસ્થામાં જયેશ રાદડિયાની પેનલના 11 સભ્યો બિનહરિફ ચૂંટાઈ ગયા છે. આમ જયેશ રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો છે. અને જયેશ રાદડિયાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા કો-ઓપરેટિવ બેંક કોટન માર્કેટિંગ યુનિયનમાં ભાજપના તમામ ડાયરેક્ટર બિનહરિફ રીતે ચૂંટાયા છે. જેમાં હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરાશે.
રાજકોટ જિલ્લા કૉ-ઑપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનમાં ભાજપના તમામ ડાયરેક્ટર બિનહરિફ રીતે ચૂંટાયા છે. બોર્ડ ઓફ ડાયરેક્ટરની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જેમાં તમામ ઉમેદવારો બિનહરિફ થયા છે. આ પગલે હવે આવનારા દિવસોમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની પણ પસંદગી થશે. છેલ્લા કેટલાક સમયથી જયેશ રાદડિયા સામે પડેલા જૂથ જુદા જુદા મુદ્દાઓને લઈને આક્ષેપબાજી કરી રહ્યા હતા. જેમાં વધુ એક સરકારી સંસ્થામાં ભાજપ પેનલ તૈયાર થતા દબદબો કાયમ રહ્યો છે. ચૂંટાયેલા ડાયરેક્ટર્સમાં રમેશભાઈ સાવલીયા, વલ્લભભાઈ ડાંગરીયા, લલિતભાઈ રાદડીયા, પરસોતમભાઈ ઢોલરીયા, આર.સી.ભુત, પ્રવિણભાઈ છાયાણી, ભીખાભાઈ ત્રાડા, દેવાયતભાઈ છૈયા અને રમેશભાઈ મુળીયાનો સમાવેશ થાય છે.અને છેલ્લા કેટલાક સમયથી સહકારી બેંકમાં ખોટી રીતે ભરતી થઈ હોવાનો આક્ષેપ જયેશ રાદડિયા પર કરવામાં આવ્યો હતો.
જેનો એક લાંબા સમય બાદ તેમણે જવાબ આપતા આકરા અંદાજમાં કહ્યું હતું કે, જેવા કોઈને જવાબ દેવાના ન હોય. યુવા સહકારી નેતા જયેશ રાદડીયા પ્રેરીત સહકાર પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ થયેલ હોય યુવા નેતા જયેશભાઈ રાદડીયાએ જીલ્લાના તમામ મતદાર સભાસદો તેમજ સૌ સહકારી આગેવાનો તેમજ બિનહરીફ થયેલા સૌ ડીરેક્ટર અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ છે.અને રાજકોટ જીલ્લામા સહકારી ક્ષેત્રની જીલ્લા કક્ષાની વધુ એક સંસ્થા યુવા સહકારી નેતા જયેશભાઈ રાદડીયાએ બિનહરીફ કરાવેલી છે.
આમ જયેશ રાદડિયાનો આટલો વિરોધ હોવા છતા સહકારી ક્ષેત્રે એમનો દબદબો કાયમ રહ્યો છે. આક્ષેપ કરનારાઓએ જેમના નામ જોગ ગાંધીનગર સુધી ફરિયાદ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. પણ જ્યારે સહકારી ક્ષેત્રમાં પણ રાજકોટમાં ભાજપનું કમળ ખીલી ઊઠે છે જેનો શ્રેય જયેશ રાદડિયાને મળી રહ્યો છે. અને ખાસ કરીને એક જુથ એમના વિરોધમાં સક્રિય થયું છે ત્યારે આ અંગે અનેક ચર્ચા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.