અરે બાપ રે… whatsappને ૨૬.૭ કરોડ ડોલરનો દંડ. જાણો શા માટે આવ્યો દંડ.

આયલેઁન્ડની પ્રાઈવસી વોચડોગે અમેરિકન સોશિયલ મીડિયા કંપની વોટસ્અપ ઉપર ૨૬.૭ કરોડ ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ૨૦૧૮માં કંપની સામે ડેટા પ્રોટેક્શન નાં નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો. તપાસનાં અંતે આરોપ સાબિત થયો હતો.

અમેરિકા ની મેસેંજિંગ એપ વોટ્સએપ આયલેઁન્ડમાં ડેટા પ્રાઈવસીનાં નિયમો તોડયાં હતાં. યુરોપિયન યુનિયન પ્રોટેક્શન રૂલ્સનું પાલન ન કરવા બદલ ફટકારવામાં આવ્યો છે.

આયલેઁન્ડ યુરોપિયન યુનિયનનું સભ્ય છે. ત્યાં સોશિયલ મીડિયા કંપનીએ યુરોપિયન સંધે બનાવેલાં નિયમોનું પાલન કરવુઓ પડે છે. યુરોપિયન યુનિયન ડેટા પ્રોટેક્શન કમિશનનાં પ્રસ્ત્તાવ પ્રમાણે સંધનાં તમામ દેશોમાં કોઈ પણ કંપની તેનો ડેટા અન્ય કંપની સાથે શેર કરે તો એ ગુનો બને છે. આ અગાઉ ટ્વિટર પર ૪.૫ લાખ યુરોનો દંડ ફટકાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.