WhatsApp વોટ્સએપએ આઇફોન માટે નવું વર્ઝન રોલ આઉટ કર્યું છે. વોટ્સએપના આ અપડેટ વર્ઝનમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ એક સ્થિર વર્ઝન અપડેટ છે, તેથી જો તમે બીટા વર્ઝન પર છો તો તમારે બીટા પૂલ સિવાય સ્થિર વર્ઝનને ડાઉનલોડ કરવું જોઈએ. આ સિવાય વોટ્સએપે આઇક્લાઉડ માટે એક નવું સપૉર્ટ પેઇઝ પણ રજૂ કર્યું છે જેથી કોઈપણ આઇફોન યૂઝરને આઈક્લાઉડમાં કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે દૂર થઈ શકે
ગેજેટ્સ 360 મુજબ વોટ્સએપ મેસેન્જરના આ નવા 2.19.110 વર્ઝનમાં મ્યૂટેડ ચેટ્સ માટે ડિસ્પ્લે નોટિફિકેશન બેઇઝ બતાવશે નહીં. આ નવા વર્ઝનમાં તમે સ્ટીકર્સ, ઇમોજીનો ઉપયોગ પણ કરી શકો છો.
વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfo અનુસાર, આ નવા વર્ઝનમાં વિશ્વમાં ગ્રુપ પ્રાઇવસી સેટિંગ હશે. આ સેટિંગ આ વર્ષે ભારતમાં રોલ કરવામાં આવ્યું હતું. ગ્રુપ ગોપનીયતા સેટિંગ પણ આઇફોન માટે લગભગ સમાન છે પરંતુ તેમાં મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે. આમાં પહેલાના ”Nobody” વિકલ્પને બદલે ‘Who Can Add Me to Groups …’ સેટિંગ્સની અંદર ‘My Contacts Except…’ ઑપ્શનને ઉમેરવામાં આવ્યું છે.
My Contacts Except… વિકલ્પ દ્વારા યૂઝર્સ એ નિર્ણય કરી શકશે કે કોઈ પણ તેમને ગ્રૃપમાં આમંત્રિત કરી શકશે નહીં. જો તમે ઇચ્છતા હોય કે કોઈ તમને કોઈપણ ગ્રૃપમાં આમંત્રિત કરી શકે નહીં, તો તમે તમામ કોન્ટેક્ટ પસંદ કરી શકો છો. આ સિવાય વોટ્સએપે પહેલેથી જ તેમની વેબસાઇટ પર એર નવું સપૉર્ટ પેઇઝ રજૂ કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.