વોટ્સએપ લાવી રહ્યું છે નવું ફિચર, યુઝર્સ આ રીતે પણ લોકોને બ્લોક કરી શકશે..

વિશ્વભરમાં બે બિલિયનથી વધુ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ એપ ન માત્ર અંગત વાતચીત માટે ઉપયોગ કરવામાં આવે છે પરતું તેના દ્વારા વ્યવસાયિક કામકાજ પણ કરવામાં આવે છે.  મેટા આ ઈન્સટન્ટ મેસેજિંગ એપ પર યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે સતત નવા ફિચર્સ ઉપલબ્ધ કરાવે છે અને હવે વોટ્સએપ એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર્સ ચેટ લિસ્ટમાંથી જ લોકોને બ્લોક કરી શકશે, તો ચાલો  જાણીએ તેના વિશે

પ્રાપ્ત વિગતો અનુસાર – વોટ્સએપ હવે ચેટ લિસ્ટમાં બ્લોક ફિચરને સામેલ કરવામાં આવી શકે છે. એટલે કે નવા અપડેટમાં લોકોને ચેટ લિસ્ટમાં જ બ્લોક કરવાનો વિકલ્પ દેખાશે. અત્યારે પણ જો કોઈ વ્યક્તિ ચેટ લિસ્ટમાં ઉપરની તરફ જોશે, તો આ બ્લોકનો ઓપ્શન દેખાશે નહિ અને આ નવો ફિચર ક્યારે રોલઆઉટ થશે આ અંગે જાણકારી આપવામાં આવી નથી. પરતું હમેશાની જેમ પહેલા તેનું બીટા વર્ઝનમાં ઉપયોગ કરાશે.

જો તમે વોટ્સએપ પર કોઈને બ્લોક કરવા માંગો છો, તો તમારે પહેલા તે ચેટ લિસ્ટમાં જવું પડશે અને જેને બ્લોક કરવું છે તેના ચેટ વિન્ડો પર ટેપ કરવું પડશે. આ પછી જમણા ખુણે દેખાતા 3 બિંદુઓ પર ટેપ કરો. અહીં તમને બ્લોકનો વિકલ્પ દેખાશે. બ્લોક પર ટેપ કરતા જ તમારે કન્ફર્મ કરવું પડશે અને ત્યારપછી સામેની વ્યક્તિ તમારી ચેટ લિસ્ટમાંથી બ્લોક થઈ જશે અને પછી તે ન તો તમારું ઓનલાઈન સ્ટેટસ જોઈ શકશે અને ન તો તમને મેસેજ મોકલી શકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.