જાણીતી મેસેજિંગ એપ WhatsAppએ એકવાર ફરીથી પોતાના યૂઝર્સને કેશબેક ઓફર આપવાની જાહેરાત કરી છે. આ કેશબેક ઓફર માટે વૉટ્સએપે ભારતીય યૂઝર્સને નૉટિફિકેશન આપ્યુ છે અને ભારતમાં WhatsApp ના આઇઓએસ (IOS) યૂઝર્સને 105 રૂપિયાની કેશબેક માટે નૉટિફિકેશન મળી રહ્યું છે, અને આ કેશબેક નૉટિફિકેશન એપમાં સૌથી ટૉપ પર દેખાઇ રહ્યું છે.
WhatsApp Payનુ આ કેશબેક ઓફર માત્ર આઇઓએસ યૂઝર્સને મળી રહ્યું છે. કેટલાય રિપોર્ટ અનુસાર આઇઓએસ ઉપરાંત એન્ડ્રોઇડ યૂઝર્સને આ પણ આ ઓફર મળી રહી છે. જોકે, અમે એન્ડ્રોઇડ કેશબેક ઓફરની પુષ્ટી નથી કરતા. અમારી પાસે હજુ સુધી આવા કોઇ સમાચાર નથી આવ્યા.અને 105 રૂપિયાનુ કેશબેક ત્રણ વારમાં મળી રહ્યું છે, એટલે કે પ્રત્યેક પેમેન્ટ પર 35 રૂપિયાનુ કેશબેક મળી રહ્યું છે.
સૌથી પહેલા વૉટ્સએપ પેમેન્ટનુ સેટિંગ કરો, પોતાના બેન્ક એકાઉન્ટને લિન્ક કરો અને ઠીક એજ રીતે જેવી રીતે તમે ગૂગલ પે કે ફોન પેની સાથે બેન્ક એકાઉન્ટને લિન્ક કરો છો. લિન્ક થયા બાદ પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરો. કેટલા પૈસા મોકલવા છે, એ નક્કી કરીને તમે યુપીઆઇ પિનની સાથે પેમેન્ટ કરી શકો છો.
જાણકારી માટે, આ ઓફર માત્ર એવા યૂઝર્સ માટે જ છે જે પહેલીવાર વૉટ્સએપ પેનો ઉપયોગ કરી રહ્યાં છે, જે લોકો પહેલાથી વૉટ્સએપ પે ઉપયોગ કરી ચૂક્યા છે અને તેમના માટે આ ઓફર નથી તેમજ પહેલીવાર વૉટ્સએપ પેનો ઉપયોગ કરનારા યૂઝર્સને 35 રૂપિયાનુ કેશબેક પહેલા ત્રણ ટ્રાન્ઝ્કેશનની સાથે મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.