લેબેનોન અત્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. આવા સમયે સરકારે ફ્રી કોલિંગ સેવા આપતા વોટ્સએપ ઉપર ટેક્સ લાગુ કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિરોધ પ્રદર્શનના પગલે અત્યાર સુધી 4 મંત્રીઓએ રાજીનામાં આપી દેવા પડ્યા છે.
લેબેનોનમાં સરકારે વોટ્સએપ કોલ્સ ઉપર ચાર્જિઝ લાદી દેતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. સતત બીજા દિવસે લોકોએ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. આખરે સરકારે ઝુકવુ પડ્યું હતું અને આ ચાર્જિઝ રદ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે સરકારે વૉટ્સએપ અને અન્ય એપ્સ ઉપર વોઇસ કોલિંગ કરવાના દૈનિક 0.2 ડોલર એટલે કે આશરે 14 રૂપિયાના ભાવો લગાડી લીધા હતા.
આ નિર્ણયના પગલે લોકોના વિરોધ પ્રદર્શનોમાં લેબેનોનના સુરક્ષાદળો અને પ્રજા વચ્ચે ગંભીર અથડામણો થઇ હતી. હજારો લોકોએ દેશમાં ચાલી રહેલી આર્થિક કટોકટીના મધ્યમાં આવા નિર્ણયો લેવા બદલ સરકારનો ભારે વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.