WhatsApp યુઝર્સ માટે સારાં સમાચાર,હવે સાઈઝમાં મોટા દેખાશે ફોટોઝ અને વીડિયો

હકીકતમાં અત્યાર સુધી વોટ્સએપ પર જ્યારે કોઈ ફોટો મોકલવામાં આવતો હતો તો તેનું પ્રીવ્યૂ વર્ગાકાર શેપમાં જોવા મળતું હતું. એટલે કે ફોટો લાંબો છે તો પ્રીવ્યૂમાં તે કપાતો હતો.

ફોટાને આખો જોવા માટે તેને ઓપન કરવો પડતો હતો. પરંતુ હવે તમે ફોટો ડાઉનલોડ કર્યા બાદ ખોલ્યા વગર પણ જોઈ શકશો. તસવીર જે સાઇઝની હશે તેનું પ્રીવ્યૂ પણ તેવું જજોવા મળશે.

આ વોટ્સએપમાં ખૂબ મોટો ફેરફાર નથી, પરંતુ કામનો જરૂર છે. વોટ્સએપે આ ફીચરને iOS યુઝર્સ માટે ગયા મહિને એપ સ્ટોરમાં અપડેટ વર્ઝન  2.21.71ની સાથે રજૂ કર્યો હતો.

હાલ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીર અડધી જોવા મળે છે. યુઝર્સે આખી તસવીર જોવા માટે ટ્વિટ પર ટેપ કરવું પડે છે. નવા ફીચર બાદ જેવો ફોટો ટ્વિટ કંપોઝ કરતા સમયે દેખાશે, તેવી પોસ્ટ થયા બાદ જ જોવા મળશે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.