વોટ્સએપ નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જેમાંથી એક સિક્યોરિટી ફીચર છે અને બીજું વોઈસ કોલ માટેનું વોલપેપર છે અને ડેસ્કટોપ એપ માટે વોટ્સએપમાં ટુસ્ટેપ વેરિફિકેશન ફીચર આવવાનું છે. આ સિવાય નવા અપડેટ બાદ યુઝર્સ વોઈસ કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ વોલપેપર પણ બદલી શકશે.WABetaInfo એ વોટ્સએપના નવા ફીચર વિશે માહિતી આપી છે. નવા અપડેટ પછી ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરવાથી ટુસ્ટેપ વેરિફિકેશનની મંજૂરી મળશે અને જેમાં પિનની જરૂર પડશે, યુઝર પાસે પિનને સક્ષમ અને અક્ષમ કરવાનો વિકલ્પ હશે અને નવા ફીચરનું હાલમાં બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં તે તમામ ડેસ્કટોપ વપરાશકર્તાઓ માટે રિલીઝ કરવામાં આવશે.
હાલમાં વોઇસ કોલિંગ દરમિયાન યુઝર્સને ડિફોલ્ટ વોલપેપર દેખાય છે. સરળ શબ્દોમાં કહીએ તો ટૂંક સમયમાં તમને વોટ્સએપ પર કૉલ કરતી વખતે વૉલપેપરને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ મળશે.વોટ્સએપના બીટા વર્ઝન પર થોડા દિવસો પહેલા વોઈસ રેકોર્ડિંગને પોઝ કરવાનું ફીચર જોવામાં આવ્યું છે. આ ફીચર ડેસ્કટોપ યુઝર્સ માટે સૌથી પહેલા આવશે. થોડા દિવસો પહેલા જ વોટ્સએપે વોઈસ મેસેજનું પ્રીવ્યુ ફીચર બહાર પાડ્યું છે.વોટ્સએપના આ નવા ફીચરનું iOS એપ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં તે એન્ડ્રોઇડ માટે પણ રજૂ કરવામાં આવશે અને ડેસ્કટોપના બીટા વર્ઝન પર નવું પ્લેપોઝ બટન જોવામાં આવ્યું છે. આ બટનની મદદથી યુઝર્સ વોઈસ મેસેજ રેકોર્ડ કરી શકશે અને તેને જોઈ શકશે અને પછી આગળ રેકોર્ડિંગ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.