ધર્મ નદી જેવો વહેતો હોય તો જ તેની પવિત્રતા જળવાઈ રહે છે અને જો ધર્મને કોઈ ચોક્કસ વાડામાં બાંધી દેવાનો પ્રયત્ન કરવામાં આવે તો ધર્મ તેની મહેક ગુમાવે છે, પણ આ સત્ય ધર્મના બહુ ઓછા ઠેકેદારોને સમજાય છે. ભારતીય સંસ્કૃતી તો જ્યાંથી જે સારૂ મળે તેને ગ્રહણ કરનારી સંસ્કૃતી છે. ગુજરાતના પાલનપુર જેવા નાના નગરમાંથી આવનાર અત્યંત ગરીબ પરિવાનો દિકરો જ્યારે યુપીએસસી પાસ કરી તેનો આનંદ તેમના પરિવાર સહિત સમગ્ર ગુજરાતને થાય પણ એક આઈપીએસ અધિકારી સારો માણસ પણ બને તો તેનું ગૌરવ તમામ માણસોને થાય. અને આવું જ કંઈક ભાવનગરના ચિત્રામાં બન્યું ગુજરાત કેડરના યુવાન આઈપીએસ અધિકારી શફીન હસનએ શકિત આરાધના ધર્મોત્સવના કાર્યક્રમમાં મંચ ઉપરથી જ્યારે કૃષ્ણ-અર્જુન અને ગીતા અંગે વાત કરતા ત્યાં બેઠેલા સાધુ, સંતો સહિત શ્રોતાઓ આફરીન થઈ ગયા હતા.
જ્ઞાનને કોઈ સીમા નથી, જ્ઞાન કોઈ ધર્મ-જાતીની ઠેકેદારી નથી અને ખુલ્લા મને જ્યાંથી પણ જ્ઞાન મળે તેનો સ્વીકાર કરીએ તો આતરિક મોકળાશનો અનુભવ થાય છે. મુસ્લિમ પરિવારમાં ઉછેર થયો હોવા છતાં શફીન હસને ગીતાનો પણ અભ્યાસ કર્યો- મહાભારતના ધર્મ-અધર્મના યુધ્ધને સમજાવાનો પ્રયત્ન કર્યો, જેના પરિણામ સ્વરૂપ જ્યારે ભાવનગરના એએસપી શફીન મંચ ઉપરથી બોલી રહ્યા હતા ત્યારે તેમના શબ્દો હ્રદયથી નિકળી રહ્યા હતા અને તે સાંભળનારને સમજાતુ હતું અને આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જીતુ વાઘાણી સહિત જુનાગઢના સંત શેરનાથબાપુ સહિત અન્ય સાધુ સંતો પણ ઉપસ્થિત હતા. સામાન્ય રીતે ખાખી કપડામાં જોવા મળતા એએસપી શફીન આ કાર્યક્રમમાં કોઈ વક્તા-લેખક જેવા પોષાકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાધુ સંતો અને ભાવનગરના લોકો સામે ગીતાના અઢારમાં હપ્તાની વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.