જ્યારે ધોનીને સુકાનીપદ અપાયું ત્યારે તેની પાસે કોઈ અનુભવ નહોતો જાણો કોણે આવું કહ્યું??

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી (1 જુલાઈ) એજબેસ્ટન ખાતે પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. એક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ રોહિત શર્મા આ મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહને કેપ્ટનશિપ સોંપી છે અને આ જવાબદારી પર વાત કરતા બૂમરાહે કહ્યું કે, ‘તેની પાસે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની શિખામણ છે અને આ સાથે આ મેચમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું માર્ગદર્શન પણ ચાલુ રહેશે.’ આવી રીતે બૂમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

બૂમરાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જ્યારે દબાણ હોય છે ત્યારે જીતની મજા જ કંઈક અલગ હોય છે. હું હંમેશા જવાબદારી લેવા તૈયાર રહ્યો છું. મને પડકારો ગમે છે. એક ક્રિકેટર તરીકે, તમે હંમેશાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને અજમાવવા માંગો છો. મેં મારી કારકિર્દીમાં ઘણા ક્રિકેટરો સાથે આ વિશે વાત કરી. તે દરેક ખેલાડી સમય જતાં એક ચમકની સાથે આગળ આવ્યા છે અને ફાસ્ટ બોલર બૂમરાહે કહ્યું, ‘મને યાદ છે જ્યારે મેં મહેન્દ્ર સિંહ ધોની સાથે વાત કરી હતી. ત્યારે તેણે મને કહ્યું કે, જ્યારે તેને સુકાનીપદ આપવામાં આવ્યું ત્યારે તેની પાસે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નહોતો. તે પ્રથમ વખત ટીમને લીડ કરી રહ્યો હતો. હવે તે સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે.’

વાસ્તવમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત વર્ષે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. ત્યારબાદ કોરોના ફાટી નીકળવાના કારણે પાંચમી ટેસ્ટ યોજાઈ શકી ન હતી, જે હવે રમાશે. હાલમાં ભારતીય ટીમે શ્રેણીમાં 2-1ની લીડ જાળવી રાખી છે. એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે, કારણ કે આ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો ટેસ્ટ રેકોર્ડ અત્યાર સુધી સૌથી ખરાબ રહ્યો છે અને આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 7 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તે એક પણ જીતી શકી નથી.

એજબેસ્ટનની પીચ સપાટ દેખાઈ રહી છે, જે બેટ્સમેનો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે અને આવી સ્થિતિમાં બૂમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પર ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રોકવાની મોટી જવાબદારી હશે. ભારતીય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘ઈંગ્લેન્ડ બે મેચમાં હારની નજીક પહોંચી ગયું છે અને જીત્યું છે. જો કે, તેમની તાકાત વિશે વિચારવાને બદલે, અમે અમારી તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.