દેશમાં મોટા ભાગનાં લોકો ખેતી કરે છે અને આ વાતને નકારી પણ ન શકાય. તેનાં પર તો અમૂક ગામોનાં તો જીવન ચાલે છે.
આજે અમે તમને ઝારખંડનાં આવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યાં છે. જે ગામે વડાપ્રધાનને રસ્તો બનાવવા ફરિયાદ કરી હતી. પરંતુ કશું ન થયું.
ગામનાં સૈનિકે આ કામ કરવાનું શરૂ કર્યું. તેમણે પોતે જ રોડ બનાવવાનું કામ હાથમાં લીધું હતું.
આ મામલો ઝારખંડનાં ગોમિયા પ્રખંડના અમન ગામનો છે. આ ગામ ઉગ્રવાદથી પ્રભાવિત છે. આ ગામ પહાડો પર વસ્યો છે. લોકોને પંચાયત કે બજારમાં આવવા ૨૫ કિમી જેટલું અંતર કાપવું પડે છે.
જો અમન થી દનરા સુધી રસ્તો બની જાય તો અંતર ધટી જાય તેમ છે. આ ગામવાળા તો સોનૂ સૂદની પણ મદદ માંગી ચૂકયાં છે.
લોકોનું માનવાનું છે કે એક વખત આ માર્ગ બની ગયો તો લોકોને ઘણી રાહત મળશે. અને સમય પણ બચશે. ગ્રામજનોનું માનવું હતું કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેશો તો સીએમ હેમંત સોરેન પણ આ મામલે ધ્યાન આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.