મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ ગુરુવારે કહ્યું કે રાજ્યમાં હોસ્પિટલોમાં 40 ટકા બેડ ફુલ ન થાય તેમજ ઓક્સીજનની દૈનિક માંગ 800 ટનથી વધારે ન થાય ત્યાં સુધી લોકડાઉન લગાવવામાં નહી આવે, પરંતુ લોકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
હજુ એક દિવસ પહેલાં એટલે કે બુધવારે મહારાષ્ટ્રના ડેપ્યૂટી મુખ્યમંત્રી અજિત પવારે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવા પર ઇન્કાર કર્યો હતો તો ગુરુવારે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશે ટોપેએ કહ્યું હતું કે હોસ્પિટલોમાં જયાં સુધી 40 ટકા બેડ ફુલ ન થાય અને ઓક્સીજનની માંગ રોજની 800 ટનથી વધારે ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગૂ કરવામાં નહીં આવે અને સાથે તેમણે એમ પણ કહ્યું કે સંકટ સમયે સરકાર જે પગલાં જાહેર કરે તેનું લોકોએ પાલન કરવું પડશે.
મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 26, 538 કેસો આવ્યા છે અને તેની સામે 5331 લોકો સાજા થઇને ઘરે ગયા છે અને છેલ્લાં 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. છેલ્લાં 24 કલાકમાં માત્ર મુંબઇમાં જ 15,166 કેસો આવ્યા છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યુ હતુ કે, કોરોના જે ઝડપથી વધી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં પીક આવશે અને માર્ચના મધ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે અને મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડન્ટ ડોકટર્સે માહિતી આપતા કહ્યું છે કે મહારાષ્ટ્રમાં 260 ડોકટર્સ કોરોનાથી સંક્રમિત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા અહેવાલમાં કહ્યું છે કે છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોનાન 90.928 કેસો આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં 325 લોકોના મોત થયા છે અને 19026 દર્દીઓ સાજા થયા છે. કુલ એકટિવ કેસોની સંખ્યા 2,85,401 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 4, 82,876 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.