ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે તે જોઈને અથવા તો આ ઘટનાનું વર્ણન સાંભળીને લોકોના રુવાડા ઉભા થઇ જાય અને ત્યારે આવી જ ઘટના મધ્ય પ્રદેશના છતરપુરમાં સામે આવી છે કે, જ્યાં એક ચાર વર્ષની દીકરીનું મોત થયું હોવાના કારણે દીકરીના પરિવારના સભ્યો એટલા મુશ્કેલીમાં મુકાયા છે કે પૈસા ન હોવાના કારણે દીકરીના મૃતદેહને ચાદરમાં લપેટી તેના ગામ પહોંચાડવામાં આવ્યો હતો.
પહેલા તો ગરીબ પરિવારે દીકરીના મૃતદેહને ગામ લઈ જવા માટે હૉસ્પિટલમાં શબવાહિની માગણી કરી હતી પરંતુ ઉત્સવની આપવાનો હૉસ્પિટલ તંત્રએ ઇનકાર કર્યો હતો અને તેથી મજબૂર દાદા-દાદી ચાર વર્ષની માસૂમ દીકરીનો મૃતદેહ કપડામાં લપેટીને બક્સવાહા લઈ ગયા હતા. રિપોર્ટ મુજબ, ત્રણ દિવસ પહેલા દમોહની હૉસ્પિટલમાં ચાર વર્ષની રાધા નામની બાળકીનું મોત થયું હતું.
રાધાના પરિવારના સભ્યો ગરીબ હોવાના કારણે તેમને મુશ્કેલીમાં મુકાવું પડયું હતું કારણ કે, જ્યારે પરિવારના સભ્યોએ જિલ્લાની હૉસ્પિટલ પાસેથી સબ વાહીનીની માગણી કરી ત્યારે હૉસ્પિટલ રહે સબ વાહીની આપી ન હતી તો બીજી તરફ ચાર વર્ષની રાધાના પરિવારના સભ્યો બક્સવાહા નગર પંચાયતમાં અરજી કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ SDMએ માનવતા ન દેખાડી અને ચાર વર્ષની રાધા ના મૃતદેહને તેના ગામ લઈ જવા માટે એક પણ વાહનની સુવિધા ન કરી આપી.
અંતે પરિવારના સભ્યોએ ચાર વર્ષની રાધાનો મૃતદેહ લઈને ગામ નજીક પહોંચ્યા હતા અને જ્યારે ગામ પાંચ કિલોમીટર દૂર હતો ત્યારે ગરીબ પરિવારને શબવાહિનીમાં બેસાડી ને ઘર સુધી છોડવામાં આવ્યા હતા. એવી માહિતી મળી છે કે ચાર વર્ષની દીકરીને તેના પિતા લક્ષ્મણ બીમારીની સારવાર માટે બક્સવાહામાં એક નકલી ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ત્યારબાદ રાધાને વધુ સારવાર માટે દમોહની હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ હૉસ્પિટલમાં ડૉક્ટરે રાધાની સારવાર કરવાની ના પા઼ડી અને ત્યારબાદ તેને જિલ્લા હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી ત્યાં હૉસ્પિટલના ડૉક્ટરે રાધાને મૃત જાહેર કરી હતી.
ત્યારબાદ પરિવારના સભ્યો ચાર વર્ષની દીકરીના મૃતદેહને હૉસ્પિટલ બહાર આવી ગયા. દાદા જણાવ્યું હતું કે પૌત્રી નું મોત થયું છે જે ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરવા માગતા હતા તેથી તેઓ પત્નીના મૃતદેહને લઈને બહાર આવ્યા હતા અને પૈસા ન હોવાના કારણે મૃતદેહને ધાબળામાં લપેટીને બસમાં સવાર થઇ અમે બકસવાહ પહોંચ્યા હતા. અને ત્યાંથી પગપાળા બાળકીના મૃતદેહને ગામડે લઈ જવામાં આવ્યો હતો.
તો બીજી તરફ આ ઘટનાને લઇ SDM રાહુલ સિલાડિયા આ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને આ પ્રકારની ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એટલા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે અને આ મામલામાં જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.