ચૂંટણી આવે એટલે કામ થાય છે. એવું કહેતા લોકોને મોદીએ આપી ચેલેન્જ જાણો વિગતવાર…

PM મોદી આજ રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ નવસારીનાખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને આદિવાસી વિસ્તારના લોકોને એક મોટી ભેટ આપી છે અને આ દરમ્યાન તેઓએ અહીં સંબોધન કરતાવિરોધીઓને ખુલ્લી ચેલેન્જ કરતા કહ્યું હતું કે, ‘આપણે ત્યાં તો કોઇ પણ કામ કરો એટલે કેટલાંક લોકો તો ચાલુ જ પડી જાય છે કે, જોયું ચૂંટણી આવી એટલે કામ થાય છે, ચૂંટણી આવી એટલે કામ થાય છે. અમારા કાર્યકાળનું એક અઠવાડિયું કોઇ એવું શોધી લાવે, એક, આ મારી ચેલેન્જ છે. મને સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઇ ગયા. એક અઠવાડિયું કોઇ શોધી લાવે કે જે અઠવાડિયામાં અમે વિકાસનુું કોઇ કામ ન કર્યું હોય. તેવું એક અઠવાડિયું ના મળે.’

PM મોદીએ કહ્યું કે, ‘ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધીઅને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. અને એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.’

નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત દરમ્યાન PM મોદીએ કહ્યું કે,’અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી.અને અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.