યુપીનાં રામપુરમાંથી એક હેરાન કરવાવાળો કિસ્સો સામે આવ્યો છે. અચાનક એક ઝાડ પરથી નોટ વરસવા લાગી. નીચે હાજર લોકો આ ધટનાને જોઈને ચોંકી ગયાં..
૦૨ લાખ રુપિયાથી ભરેલા બેગને લઈને વાંદરો એક ઝાડ પર ચઢી ગયો હતો. ખાવાનું સામાન તપાસવાનાં ચક્કરમાં વાંદરાએ નોટ બહાર ફેંકવાનું શરુ કરી દીધું. વાંદરો એક હાથમાં નોટનું બેગ લઇને બેસેલો હતો. ત્યાંથી જ બીજા હાથથી નોટોનો વરસાદ કરવા લાગ્યો હતો.
તેમણે અંદરનાં હાથમાંથી લેવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ લગભગ અડધા કલાક સુધી આ ચાલતું રહ્યું.
ઘણા પ્રયત્નો પછી વકીલને નોટ મળી શકી. સદનસીબે વાંદરાએ માત્ર 9 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. બાકીની રકમ સલામત રીતે વકીલને પરત મળી. જણાવવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન વિનોદ બાબુ નામનો વકીલ સ્ટેમ્પ ખરીદવા સ્ટેમ્પ વેન્ડર પાસે પહોંચ્યો હતો. તે જ સમયે, એક વાંદરાએ ત્યાં વકીલના હાથમાંથી નોટોની થેલી છીનવી લીધી. 2 લાખ રૂપિયા ભરેલી બેગ સાથે વાંદરો રફુચક્કર થઇ ગયો.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
આ ઘટના જોઈને લોકોનું ટોળું ત્યાં એકત્ર થઈ ગયું. વાંદરાના હાથમાંથી બેગ મેળવવા માટે દરેક વ્યક્તિએ ખૂબ પ્રયત્ન કર્યો. પણ વાંદરો થેલો આપવા તૈયાર ન હતો. વાંદરો થેલીમાંથી નોટ ફેંકી રહ્યો હતો. આ દરમિયાન કેટલીક નોટ છત પર પડી હતી જ્યારે કેટલીક નોટ નીચે પડી હતી. કલાકોની મહેનત બાદ વાંદરાએ નોટોની થેલી નીચે ફેંકી દીધી. ત્યાં સુધીમાં ઘણી નોટો ઉડી ગઈ હતી. જ્યારે બેગ તપાસી ત્યારે 9 હજાર રૂપિયા ઓછા હતા. સાંજ સુધી લોકો સાથે વકીલો નોટો શોધતા રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.