આજકાલ હ્યુન્ડાઈ અને કિઆની ગાડીઓ નો માર્કેટ માં ખુબજ ક્રેઝ છે પણ આ બંને કાર ના ચાહકો માટે ઝટકા સમાન અહેવાલો સામે આવી રહયા છે જેમાં જો તમે હ્યુન્ડાઈ અને કિઆની કાર વાપરતા હોય તો આ સમાચાર તમારા માટે જરૂરી છે અને સાથેજ સાવેચત થઈ જવાની જરૂર છે.
વિગતો મુજબ સાઉથ કોરિયાની આ ઓટો કંપનીઓએ અમેરિકામાં લગભગ 5 લાખ કાર અને SUV માલિકોને ઘરની બહાર પાર્ક કરવાની સલાહ આપી છે કારણ કે પાર્ક કરેલી આ બંધ ગાડીઓમાં પણ આગ લાગવાની સંભાવના છે.
મળતી માહિતી મુજબ હ્યુન્ડાઈ અને કિઆ અમેરિકામાં તેમની ઘણી ગાડીઓ રિકોલ કરી રહી છે. તેમનું કહેવું છે કે આ ગાડીઓમાં કેટલીક ટેકનિકલ ખામીના કારણે એન્ટી લોક બ્રેક કોમ્પ્યુટર કંટ્રોલ મોડ્યુલ શોર્ટ સર્કિટ થઈ શકે છે અને એન્જિનમાં આગ લાગી શકે છે. અને કાર ઊભી હોય ત્યારે પણ આવું થઈ શકે છે. આ જ કારણ છે કે આ કંપનીઓએ ગ્રાહકોને તેમની ગાડીને ઘરની બહાર પાર્ક કરવા ચેતવણી સાથે સલાહ આપી છે.
રિકોલમાં 2014-2016 કિઆ સ્પોર્ટેજ, 2016-2018 કિઆના 900 અને 2016-2018 હ્યુન્ડાઈ સાન્તા ગાડીઓ સામેલ છે. તેમાં 1,26,747 કિઆની ગાડીઓ અને 3,57,830 હ્યુન્ડાઈની ગાડીઓનો સમાવેશ થાય છે. આવી કુલ 11 આગની ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે.
નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને (NHTSA) વાહન માલિકોને આ ઓટોમોબાઇલ કંપનીઓની સલાહ અનુસરવા કહે છે. NHTSAએ કહ્યું કે ગાડીઓ બંધ હોવા છતાં તેને લોકોથી દૂર પાર્ક કરવી જરૂરી છે કેમકે તેમાં ગમેત્યારે આગ લાગી શકે છે.
જોકે, હવે ડીલર્સ આ ગાડીઓનાં એન્ટિ-ક્લોક બ્રેકિંગ કંટ્રોલ મોડ્યુલ તપાસશે અને જો ખામી દેખાશે તો તેને નવું નાખશે. તેમજ, તેમના ફ્યુઝ પણ બદલવામાં આવશે. આ માટે કોઈ પૈસા લેવામાં આવશે નહીં.તેમજ હ્યુન્ડાઈ અને કિઆ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. હ્યુન્ડાઈની પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર ગ્રુપ કિઆમાં કન્ટ્રોલિંગ હિસ્સો ધરાવે છે અને બંને કંપનીઓના ઘણા મોડેલ સમાન એન્જિનિયરિંગ ધરાવે છે.
આમ આ બન્ને લોકપ્રિય કાર માં હવે આ ટેક્નિકલ ઈશ્યુ આવતા લોકો ફફડી ઉઠ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.