ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ લોકો વચ્ચે જઇ એવું કહેતા હોય છે અમને મત આપો અમારી સરકાર આવશે તો અમે આ કરી આપીશું તેવું નેતાઓ કહેતા હોય છે. પરંતુ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હજુ પણ પ્રવાસન ક્ષેત્રે આગળ વધવા ઝંખી રહ્યું છે. કારણ કે એક તરફ કૃષ્ણ સખા સુદામાજીના મંદિરના બાગ-બગીચા, ફુવારાની ખરાબ હાલત છે, પોરબંદરના વિવિધ પ્રવાસન ક્ષેત્ર માટે કોઇ ગાઇડની વ્યવસ્થા નથી, યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો પણ અભાવ છે. આ બધી સમસ્યાઓ વચ્ચે છેલ્લા ત્રણ માસથી પોરબંદરના એરપોર્ટ ખાતે એક પણ ફ્લાઇટ ઉતરી નથી કે ગઇ નથી.
News Detail
પોરબંદર શહેર આજે વિશ્વ વિખ્યાત બન્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા સુદામાની ભૂમિ પોરબંદરમાં દરરોજ હજરો પ્રવાસી મુલાકાત લે છે. પોરબંદરને હજુ પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવું જરૂરી છે. પરંતુ પોરબંદરની કમનશીબી એ છે કે પોરબંદરના એરપોર્ટ ઉપર જે ફ્લાઇટો ચાલુ હતુ તે કોઇ કારણસર એક પછી એક બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે. પોરબંદરના એરપોર્ટ પર લગભગ ત્રણ માસ જેટલો સમય થયો છે. આમ છતાં એક પણ ફ્લાઇટ આવી નથી. હાલ ચૂંટણીનો માહોલ છે. નેતાઓ લોકો વચ્ચે જઇ ને વિકાસની વાતો કરે છે. પરંતુ જે ફલાઇટો ચાલુ હતી તે જ બંધ છે ત્યારે પોરબંદરનું એરપોર્ટ ફરી શરૂ થાય તે માટે પ્રયત્નો કરવા જોઇએ અને વહેલીતકે ફ્લાઇટો શરૂ થાય તે લોકોના હીતમાં ખૂબ જરૂરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ લોકો વચ્ચે જઇ એવું કહેતા હોય છે અમને મત આપો અમારી સરકાર આવશે તો અમે આ કરી આપીશું તેવું નેતાઓ કહેતા હોય છે. પરંતુ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હજુ પણ પ્રવાસન ક્ષેત્રે આગળ વધવા ઝંખી રહ્યું છે. કારણ કે એક તરફ કૃષ્ણ સખા સુદામાજીના મંદિરના બાગ-બગીચા, ફુવારાની ખરાબ હાલત છે, પોરબંદરના વિવિધ પ્રવાસન ક્ષેત્ર માટે કોઇ ગાઇડની વ્યવસ્થા નથી, યોગ્ય પાર્કિંગની વ્યવસ્થાનો પણ અભાવ છે. આ બધી સમસ્યાઓ વચ્ચે છેલ્લા ત્રણ માસથી પોરબંદરના એરપોર્ટ ખાતે એક પણ ફ્લાઇટ ઉતરી નથી કે ગઇ નથી. પોરબંદર-દિલ્હી, પોરબંદર-મુંબઇ, પોરબંદર-અમદાવાદ ફલાઇટો શરૂ થતા દર્દીઓ, વેપારીઓ, સ્થાનીકો ખુશખુશાલ જોવા મળતા હતા અને છેલ્લે પોરબંદર-દિલ્હી વચ્ચેની ફ્લાઇટ શરૂ થતા પોરબંદર પ્રવાસન ક્ષેત્રે આગળ વધી શકે તેમ હતું. કારણ કે દ્વારકા કે સોમનાથ તરફના પ્રવાસી પહેલા પોરબંદરના એરપોર્ટ ઉપર ઉતરે ત્યારબાદ પોરબંદરની મુલાકાત લે અને સોમનાથ અથવા દ્વારકા તરફ નેશનલ હાઇવેથી પ્રવાસન સ્થળો તરફ જઇ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા છે. દ્વારકા, સોમનાથનો સુંદર મજાનો હાઇવે બનાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ માસથી પોરબંદરનું એરપોર્ટ અલીગઢી તાળા જોવા મળી રહ્યાં છે. ત્યારે પોરબંદરવાસીઓની એવી પણ માગ છે કે પોરબંદરના એરપોર્ટ પર પહેલાની જેમ ફ્લાઇટો શરૂ કરવામાં આવે. જેથી વેપારીઓ, દર્દીઓ અને સ્થાનીકોને તેનો લાભ મળી શકે. હાલ પોરબંદરમાં વિધાનસભાની ચૂંટણીનો બરોબર માહોલ જામ્યો છે. ત્યારે પોરબંદરવાસીઓની એજ માગ છે કે જે પણ ઉમેદવાર વિજેતા બને તે પોરબંદરના પ્રવાસન માટે જે પણ સમસ્યાઓ છે તેને દુર કરી અને પોરબંદરના એરપોર્ટ પર ફરી ફ્લાઇટો શરૂ થાય તે માટે અંગત રસ લઇને પ્રયાસ કરે તેવી માગ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.