AAP સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો BJPને ફાયદો થવાની વાત નિતિન ગડકરીએ એક પ્રોગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતિન ગડકરીના નિવેદનને લઈને AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, AAP પાર્ટીથી BJP ડરી ગઈ છે. તેમજ વડાપ્રધાન અને ગૃહમંત્રીની વિઝિટો વધી ગઈ છે. અને ભાજપને કોંગ્રેસથી ક્યારેય ડર નથી લાગ્યો મિલીભગતથી રાજનીતિ ચાલતી હતી.
દિલ્હીમાં પહેલીવાર AAP પાર્ટી ચૂંટણી લડી ત્યારે AAP પાર્ટીને 28 બેઠકો મળી હતી અને BJPને 32 સીટો મળી હતી. AAP પાર્ટી પછી 70માંથી 67 સીટો લાવી હતી. અને જેથી AAP જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના સૂપડા સાફ થઈ જાય છે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ કર્યું હતું.
નિતિન ગડકરીએ કહ્યું હતું કે, AAP પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે. AAP પાર્ટી મેદાને આવશે તો ભાજપનો જીતવાનો સરળ બનશે તેવું મોટું નિવેદન ગુજરાતની આગામી વિધાનસભાની યોજવા જઈ રહેલી ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યું હતું.અને તેના જવાબમાં ઈસુદાન ગઢવીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.