રિયાલિટી શો ‘બિગ બોસ OTT 1’ની પહેલી સિઝન કરણ જોહરે હોસ્ટ કરી હતી, જે ખૂબ જ સફળ રહ્યો હતો, હવે આ શોની બીજી સિઝન આવી શકે છે, તેની સાથે જ હોસ્ટના નામને લઈને પણ ચર્ચાઓ થઇ રહી છે અને આ વખતે જે સુપરસ્ટારનું નામ ‘બિગ બોસ 2’ના હોસ્ટ તરીકે સામે આવી રહ્યું છે, તેનાથી શોના ઘણાં બધા ફેન્સને ખુશી થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આ સિઝનને બોલિવુડ એક્ટર રણવીર સિંહ હોસ્ટ કરી શકે છે. જો કે, ઓફિશિયલ રીતે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી અને અત્યારે સુધી કોઈ જાહેરાત પણ કરવામાં આવી ન હતી.
સૂત્રના જણાવ્યા અનુસાર ‘નિર્માતાઓએ બિગ બોસ OTTના બીજા સિઝન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, એમને કરણ જોહર પાસેથી તારીખો નથી મળી રહી અને એ કારણે નિર્માતાઓએ શોના હોસ્ટ તરીકે રણવીર સિંહને અંતિમ રૂપ આપ્યું છે, આના પહેલા રણવીર સિંહ અન્ય એક રિયાલિટી શો ‘ધ બિગ પિક્ચર’ ને હોસ્ટ કરી ચૂક્યો છે.’
સૂત્રોનું માનીએ તો, આ શોના બીજા સિઝનમાં પણ પાંચ કન્ટેસ્ટેન્ટ રહેશે. ટીવીના પોપ્યુલર સ્ટાર કાંચી સિંહ, મહેશ શેટ્ટી અને પૂજા ગૌરને ફાઈનલ કરવામાં આવ્યું છે અને નિર્માતા સંભાવના સેઠ અને પૂનમ પાંડેને બોર્ડ પર લાવવા માટે ઉત્સુક છે, પણ અભિનેત્રીઓએ અત્યાર સુધી સાઈન અપ નથી કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.