રાંધણ ગેસની બોટલ પર મળતી સબસિડી બંધ થઇ છે કે નહીં તે અંગે સરકારનો જવાબ.. વાંચી લેજો.. પછી કહેતાં નહીં..

દેશમાં રાંધણગેસ પર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગયો છે. એવું મોટાભાગના લોકોનું માનવું છે કે, કેન્દ્ર સરકારે એલપીજી પરની સબસીડી બંધ કરી દીધી.

જોકે દિલ્હીના એક ગ્રાહકને ટ્વિટર પર જવાબ આપતા શુક્રવારે સરકારે કહ્યું હતું કે રાંધણ ગેસની બોટલ પરની સબસિડી અગાઉની જેમ ચાલુ છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની ઈ-સેવા સુવિધાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @MoPNG e-Seva પર દિલ્હીના એક ગ્રાહક સી. એલ. શર્માએ સરકારને સવાલ કર્યો, ‘હું ફરી એક વખત જાણવા માગું છું કે શું કેન્દ્ર સરકારે એલપીજી પર સબસિડી ખતમ કરી દીધી છે, કારણ કે છેલ્લા ૧૮ મહિનામાં એક પણ પૈસાની સબસિડી મારા બેન્ક ખાતામાં જમા થઈ નથી.

જ્યારે ગેસ એજન્સી વાઉચર પર કાયદેસર ૮૫૯ રૂપિયાના સિલિન્ડર માટે સબસીડાઈઝ્ડ સિલિન્ડર લખે છે.’ ટ્વિટર પર સરકારને સવાલ પૂછવાની સાથે તેમણે ગેસ એજન્સીની નાણાં ભર્યાની પહોંચ પણ ટ્વિટર હેન્ડલ પર શૅર કરી હતી.

કેન્દ્ર સરકાર વર્તમાન સમયમાં વર્ષ રાંધણગેસના ૧૨ સિલિન્ડર પર સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે એલપીજી સંબંધિત મુદ્દાઓ અંગે લોકોનાં નિરકારણ અંગે કેન્દ્રીય કસ્ટમર કેર વિંગ બનાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.