ગુજરાતમાં એક અદ્દભુત સૃષ્ટિથી ભરેલું પાર્સલ રાજય છે. અહીં જીવ અને વનસ્પતિની એવી એવી જાતિ છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. ત્યારે હવે ગુજરાતમાં એવો માંસાહારી છોડ જોવા મળ્યો છે.
જે નાના જીવાણુને પોતાનો શિકાર બનાવીને ખાઈ જાય છે. ગુજરાતનાં ગિરનાર માં આ પ્લાન્ટ મળી આવ્યો છે. જેનું નામ યુટ્રિકયુલેરિયા જનાથઁનામી છે .
અત્યાર સુધી સમગ્ર ભારતમાં માત્ર મહારાષ્ટ્રમાં જ યુટ્રિકયુલેરિયા જનાથઁનામી વનસ્પતિ જોવા મળતી હતી. પરંતુ હવે તે ગુજરાતનાં ગિરનારમાં યુટ્રિકયુલેરિયા જનાથઁનામી પ્લાન્ટ મળી આવ્યો છે.
https://www.youtube.com/watch?v=pjVQtxKvW10&t=11s
ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે. લાઈફ સાયન્સિસ ભવનની ટીમ ગિરનારમાં રિસર્ચ કરીર હતી. ત્યારે રિસર્ચ ટીમની નજરે આ પ્લાન્ટ ચઢ્યો હતો.
પ્રોફેસર સુહાસ વ્યાસનાં માગઁદશઁનમાં આ શોધ થઈ છે. તેમણે કહ્યું કે, હજી પણ અમને આશા છે કે ગિરનારમાંથી અમને વધુ વનસ્પતિઓ મળી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.