શહેરમાં (Surat) ફરી એકવાર માતા પિતાની આંખ ઉઘાડતી એક ઘટના સામે આવી છે. મોબાઇલમાં વીડિયો (Video) બનાવવાની લ્હાયમાં એક 11 વર્ષની નેપાળી બાળકીને ફાંસો લાગી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે, બાળકીના મોતને પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મૂળ નેપાળના અને હાલમાં સુરતના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારના જાદાખાડીમાં આવેલી સપના બિલ્ડિગમાં કામ કરતા હીરાભાઈ વોચમેન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચાલવતા હતા. હીરાભાઈને સંતાનમાં 3 દીકરીએ અને એક દીકરો છે. પહેલી બે દીકરી વતનમાં રહે છે ત્યાર નાની દીકરી નીકિતા અને પુત્ર નિખિલ તેમની સાથે સુરતમાં રહેતા હતા. જેમા 11 વર્ષની દીકરી નીકિતાને મોબાઈલમાં ફિલ્મી ગીત પર વીડિયો બનવાનો શોખ હતો.
ગતરોજ માતા પોતાના કામ પરથી જમવા આવી હતી ત્યારે દીકરીને ઘરની બહાર ન જવાનું કહીને પોતાના ભાઈને સાચવા માટે કહીને જમીને પરત કામ પર ફરી હતી. જોકે, મોડી સાંજે આવતા દીકરી નિકિતા ઘરની લોંખડની બારી પાસે ગળે ફાંસો ખાઈને મુત હાલતમાં મળી આવી હતી. માતાએ બૂમ બૂમ કરતા નજીકમાં રહેતા પાડોશી દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબે બાળકીને મુત જાહેર કરી હતી. જોકે ઘટનાએ જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક દોડી આવી હતી.
https://www.youtube.com/watch?v=8-mzSWs0b6M&t=100s
પોલીસની પૂછપરછમાં દીકરીની માતાએ જણાવ્યું હતું કે, તેને ફિલ્મી ગીતો પર વીડિયો બનાવવાનો શોખ હતો. તે જ્યારે ઘરમાં હોય ત્યારે તે અવારનવાર આવા વીડિયો બનાવતી હતી. વીડિયો બનાવતા બનાવતા જ તેને ગળે ફાંસો લાગ્યો હોય શકે છે. મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તેમના મોબાઇલની પણ તપાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.