અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે.ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી

લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે.પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે.ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે.હાલ સાયબર ક્રાઇમના ગુન્હા વધી રહ્યા છે.તો આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરી એક નવો જ ચીલો ચીતર્યો છે..ત્યારે શું છે કંકોત્રીની વિશેષતા જુઓ

News Detail

 લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે.પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે.ત્યારે તેમણે એક અનોખી પહેલ કરી છે.હાલ સાયબર ક્રાઇમના ગુન્હા વધી રહ્યા છે.તો આ બધાથી કઈ રીતે બચી શકાય તે માટેની ડિજિટલ કંકોત્રી તૈયાર કરી એક નવો જ ચીલો ચીતર્યો છે..ત્યારે શું છે કંકોત્રીની વિશેષતા જુઓ આ રિપોર્ટમાં
આ છે….નયનકુમાર સાવલીયા જે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે…તેના દ્વારા પોતાના લગ્ન પર એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે…..આજના જમાનામાં સાયબર ક્રાઈમ અંગે ફરિયાદો વધી રહી છે…ત્યારે સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ગુજરાત સરકારનું જનજાગૃતિ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી એક અનોખી કંકોત્રી તૈયાર કરવામાં આવી છે……આ કંકોત્રીમાં તેના દ્વારા સાયબર જાગૃતિને લગતી માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે……સાયબરના ભોગ બનતા કઈ રીતે અટકાવી શકાય તેની માહિતી આપવામાં આવી છે….તદઉપરાંત લોકો ભાતીગળ સંસ્કૃતિ ભૂલી તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે……તેવામાં આ યુવકએ પરંપરાગત પહેરવેશમાં ફોટો શૂટ કરાવ્યું છે.જે ફોટોગ્રાફ્સને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે…


નયનના લગ્ન થવા જઈ રહ્યા છે તે યુવતી પણ પોલીસ કર્મચારી છે….ત્યારે કંકોત્રી થકી સાયબર અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય લોકો પણ કરી રહ્યા

નયન સાવલિયાએ પોતાની ડિજિટલ કંકોત્રી તૈયાર કરાવડાવી છે. આ કંકોત્રીમાં 27 પેજ છે. જેમાં સૌ પ્રથમ નયન અને ધારાએ આજની યુવા પેઢી આપણી ભાતીગળ સંસ્કૃતીને ભૂલી ન જાય તે માટે ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેથી લોકો મોર્ડન સંસ્કૃતિ અપનાવતા પોતાની ભાતીગળ સંસ્કૃતીને ભૂલી ન જાય. ત્યારબાદ પેજ નં-7થી તેમણે સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો, સાયબર ક્રાઈમના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે. ત્યારબાદ જ્યાં આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે, નવા મિત્રો બનાવવા માટે થઈ રહ્યો છે. તેની સાથે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઠગાઈ કરી રહ્યાં છે. તેના વિશે પણ લોકોને જાગૃત કર્યાં છે. ત્યારબાદ ઇ-મેઇલ સ્પુફિંગ એટલે શું તે પણ લોકોને જણાવ્યું છે. જે બાદ તેમણે સાયબર ક્રાઇમ મોડસ ઓપરેન્ડી વિશે જણાવ્યું છે. જેમાં

  1. SEXTORTION (ન્યુડ વીડિયો કોલિંગ ફ્રોડ)
  2. INSTANT LOAN APP FRAUD
  3. PISHING LINK (બનાવટી લિન્ક)
  4. VISHING CALLS (ફેક કોલ)
  5. ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ
  6. સ્ક્રિન શેરિંગ એપ કે રિમોટ એક્સેસ એપ ફ્રોડ
  7. કસ્ટમર કેર ફ્રોડ
  8. OLX ફ્રોડ

અને આ દરેક ફ્રોડથી બચવા માટે શું સાવચેતી રાખવી તેના માટે સૂચનો આપ્યા છેઆ કંકોત્રીમાં આ ક્રાઇમથી નાગરિકો કઈ રીતે બચી શકે તે માટે પણ અલગથી માહિતી આપવામાં આવી છે. જોડે ચાઈલ્ડ પોર્નોગ્રાફિ, સોશિયલ મીડિયા સિક્યોરિટી, મોબાઈલ સિક્યોરિટી વીશે પણ માહિતી આપવામાં આવી હતી. આ તમામ પ્રકારના ગુનાથી બચવા માટે જાતે સાવચેતી રાખવા અને સાથે સાથે સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર 1930નો પણ સંપર્ક કરી શકે નાગરિકો ત્યાં સુધીની બધી જ જાણકારી આ કંકોત્રીમાં આપવામાં આવી છે. ત્યારબાદ સરકારની સાયબર વોલ્નટિયર યોજનામાં સહકાર આપી. એક સાચા નાગરિક તરીકે વધતાં સાયબર ક્રાઇમને અટકાવવામાં મદદરૂપ થઈ શકે તેવા સાયબર વોલન્ટિયરને ગુજરાત સાયબર ક્રાઇમ સેલ આવકારે છે. તે સુચન કરતો પત્ર પણ મુક્યો છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.