ડ્રાઇવર ચાલુ બસે ગુટખા થૂંકવા જતા, સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા 4 જિંદગી ઉંઘમાં જ બુઝાઈ ગઈ..

ગુજરાતથી કાનપુર જઇ રહેલી એક બસનો રાજસ્થાન પાસે જબરદસ્ત અકસ્માત થયો હતો અને તેમાં બસમાં સુતેલા 4 મુસાફરો ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા અને અકસ્માતનું કારણ એવું હતુ કે બસનો ડ્રાઇવર એક તો ફુલ સ્પીડમાં બસ ચલાવતો હતો અને ચાલુ બસે ગુટકા થુંકવા ગયો તેમાં બેલેન્સ ગુમાવ્યું અને અસ્કમાત કરી દીધો.

માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં 45 પ્રવાસીઓ હતા. બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવર બસ સ્પીડમાં ચલાવતો હતો અને ચાલુ બસે ગુટખા થૂંકવાનો પ્રયાસ કરવા ગયો એમાં બસનું બેલેન્સ ખોરવાયું હતું અને બસ રોડની બાજુમાં ઉભેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. બસમાં 45થી વધુ લોકો સવાર હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી એકની ઓળખ થઈ શકી નથી.ગુટખા ખાઇને 45 પ્રવાસીઓની જિંદગી જોખમમાં મુકનાર બેશરમ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે શતાબ્દી ટ્રાવેલ્સની સ્લીપર બસ રાજકોટથી કાનપુર જઇ રહી હતી ત્યારે રાજસ્થાનના કોટા જિલ્લામાં આવેલા સિમાલિયા વિસ્તારમાં નેશનલ હાઇવે પરથી આ બસ ઝડપભેર પસાર થઇ રહી હતી અને રાતનો સમય હતો અને 45 મુસાફરો શાંતિથી નિંદ્રા માણી રહી રહ્યા હતા. તે વખતે ગુટખા ખાઇને બારીમાંથી ડ્રાઇવરે થૂંકવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે જ બસનું બેલેન્સ ડગી ગયું હતું અને રસ્તા પર ઉભેલી એક ટ્રોલી સાથે બસ ઝડપભેર અથડાઇ ગઇ હતી. 4 મુસાફરોના ઉંઘમાં જ મોત થયા હતા.આમાંથી બસના જ 2 ડ્રાઇવરોના મોત થયા હતા, જેમને શિફ્ટમાં બસ ચલાવવાની હતી અને તેઓ ઉંઘી રહ્યા હતા.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યાત્રિકોને બસમાંથી બહાર કાઢયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા અને મોતને ભેટનારામાં વીરેન્દ્ર ઝાંસી ઉત્તરપ્રદેશ, નારાયણ સિંહ ગ્વાલિયર ધ્યપ્રદેશ જિતેન્દ્ર સિંહ ઈટાવા ઉત્તરપ્રદેશ અને એક અજ્ઞાતનું મોત થયું છે.

ત્યાં હાજર નજરે જોનારા લોકોનું કહેવું છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ફૂરચા ઉડી ગયા હતા.ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.