કોરોના સંકટ વચ્ચે થોડા સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસે પીએમ મોદીને ટ્વિટર પર ફોલો કર્યા હતા.
હવે વ્હાઈટ હાઉસે પીએમ મોદીને ગણતરીના દિવસોમાં અનફોલો પણ કરી દીધા છે. જ્યારે પીએમ મોદીને વ્હાઈટ હાઉસે ફોલો કર્યા હતા તેના પહેલા જ ભારતે અમેરિકાને કોરોના સામેના જંગ માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાનુ એલાન કર્યુ હતુ.
10 એપ્રિલે વ્હાઈટ હાઉસે 6 ભારતીય ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યા હતા.જેમાંથી એક એકાઉન્ટ પીએમ મોદીનુ હતુ. જોકે હવે આ તમામ એકાઉન્ટ અનફોલો થઈ ગયા છે.
વ્હાઈટ હાઉસ દ્વારા કોઈ વિદેશી નેતાનુ એકાઉન્ટ ફોલો કરાયુ હોવાની પહેલી ઘટના હતી.હવે વ્હાઈટ હાઉસ માત્ર 13 ટ્વિટર હેન્ડલ ફોલો કરી રહ્યુ છે અને એ તમામ એકાઉન્ટ અમેરિકન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.