વ્હાઈટ હાઉસ દ્વારા ટ્વિટર પર ફોલો કરાયેલા દુનિયાના એક માત્ર નેતા બન્યા PM નરેન્દ્ર મોદી

કોરોનાના સંકટ સામે ઝઝૂમી રહેલા અમેરિકાને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન સપ્લાય કરવાની મંજૂરી આપ્યા બાદ ભારત અને અમેરિકાના સબંધોમાં આગામી સમયમાં વધારે નિકટતતા જોવા મળી શકે છે.

જેમ કે હવે અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ સ્થાને વ્હાઈટ હાઉસે પીએમ નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કર્યા છે. પીએમ મોદી દુનિયાના એક માત્ર એવા નેતા બન્યા છે જેમને વ્હાઈટ હાઉસ ફોલો કરી રહ્યુ છે. સાથે સાથે પીએમઓ અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને પણ વ્હાઈટ હાઉસ ફોલો કરી રહ્યુ છે.

વ્હાઈટ હાઉસ માત્ર 19 એકાઉન્ટ ફોલો કરી રહ્યુ છે.આ પૈકીના 16 એકાઉન્ટ અમેરિકાના છે. જ્યારે બાકીના 3 ટ્વિટર હેન્ડલ ભારતીય છે.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સપ્લાય કરવા બદલ પીએમ મોદીનો આભાર માનીને એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા આ મદદ નહી ભૂલે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.