વિશ્વ આરોગ્ય સંગઠન WHOના ડાયરેક્ટર, ટ્રેડોસ એડનોમ ઘેબ્યેયિસે કોરોના વાયરસને લઈને,આપ્યું છે મોટું નિવેદન

વિશ્વ આરોગ્ય સંગઠન WHOના ડાયરેક્ટર ટ્રેડોસ એડનોમ ઘેબ્યેયિસે કોરોના વાયરસને લઈને મોટું નિવેદન આપ્યું છે. દુનિયાના અનેક રાષ્ટ્રને કોરોના વાયરસ પ્રત્યે સાવધાન રહેવા માટે મહત્ત્વની સલાહ આપી છે. તેઓ એવું માની રહ્યા છે કે, આ વાયરસ હજુ લાંબા સમય સુધી દુનિયામાં રહેવાનો છે. એશિયા અને મધ્ય પૂર્વના કેટલાક રાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે.

આ ઉપરાંત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ટેસ્ટ કરાવવા તેમજ આઈસોલેટ રહેવાના સાર્વજનિક આરોગ્યલક્ષી ઉપાયો પર ભાર મુક્યો છે. રસી મૂકાવ્યા બાદ કોઈ રીતે બેદરકારી ન વર્તે. તકેદારી દરરોજ રાખવાની જરૂર છે. તેનાથી આ વાયરસને અટકાવી શકાય છે.

ટેડ્રોસે કહ્યું કે, દુનિયાના ઘણા દેશ કોરોના વાયરસને અટકાવવામાં સફળ થયા છે. એટલા માટે ત્યાના લોકો ખુશીઓ મનાવી રહ્યા છે. ઘણા સેલિબ્રેશનના આયોજન થઈ રહ્યા છે. પરિવાર સાથે મસ્તી કરી રહ્યા છે. આ તમામ લોકોએ કહ્યું કે, ફરી એકવખત અર્થવ્યવસ્થાને દોડતી જોવા માગે છે. પ્રવાસ અને વ્યાપારથી ફરીથી બધા દેશ વચ્ચે એક સંબંધ સ્થપાય એ જોવા ઈચ્છે છે

કોરોના જેવી મહામારીની સામે રસી એ કોઈ હથિયાર સમાન નથી. એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ડિસેમ્બર 2019માં સૌ પ્રથમ ચીનના વુહાન સિટીમાંથી ફેલાયેલો આ વાયરસ દુનિયામાં કરોડો લોકોના જીવ લઈ ચુક્યો છે. બીજા સ્ટ્રેઈનમાં કેસમાં મોટો વધારો થયો છે. છેલ્લાં ચાર અઠવાડિયામાં મોતનો ચોંકાવનારો આંક સામે આવ્યો છે. લોકો તકેદારી રાખે એ હવે અનિવાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.