કાનપુર હિંસા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શહેરનો માહોલ બગાડવા માટે ફરી એક વખત કાવતરું રચવામાં આવી રહ્યું છે.અને સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા નિઝામ કુરેશીના વૉટ્સએપ ગ્રુપનો એક્સ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. તેમાં હિન્દુઓની દુકાનમાંથી માલ ન ખરીદવાની અપીલ કરવામાં આવી છે. નિઝામ કુરેશીના વૉટ્સએપ ગ્રુપ સાથે સમાજવાદી પાર્ટીના ત્રણેય ધારાસભ્યો સહિત મહાનગરના અધ્યક્ષ ડૉ. ઈમરાન પણ જોડાયેલા હતા.
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા નિઝામ કુરેશી કાનપુર હિંસાનો આરોપી છે, તેના પર કાવતરું રચવાનો આરોપ છે. પોલીસે નિઝામ કુરેશીની ધરપકડ કરીને જેલ મોકલી આપ્યો છે. 3 જૂનના રોજ બેકનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુમાની નમાજ બાદ હિંસા ભડકી ઉઠી હતી. તેમાં બંને પક્ષો વચ્ચે ખૂબ પથ્થરમારો, ફાયરિંગ અને પેટ્રોલ બોમ્બ ફેકાયા હતા. અને પથ્થરમારો કરનારાઓએ પોલીસ પર પણ પથ્થરમારો પણ કર્યો હતો. આ કાવતરામાં સામેલ આરોપી કોઈક ને કોઈ રાજનૈતિક પાર્ટી સાથે સંબંધ રાખે છે.
તેનો ખુલાસો આરોપીના સોશિયલ મીડિયા અકાઉન્ટથી થયો છે. કાનપુર હિંસાના માસ્ટરમાઈન્ડ જફર હયાત હાસમીનો કોંગ્રેસ સાથે, તો તેનો નજીકના નિઝામ કુરેશી સમાજવાદી પાર્ટી સાથે સંબંધ ધરાવે છે. માસ્ટરમાઇન્ડનો નજીકનો જાવેદ ખાન AIMIMનો જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યો છે. તેની સાથે જ અપક્ષમાંથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યો છે.અને એ કાનપુર હિંસાનો આરોપી નિઝામ કુરેશીનો પણ રાજનીતિક સંબંધ છે. નિઝામ કુરેશી સમાજવાદી પાર્ટીનો નગર સચિવ રહી ચૂક્યો છે.
તેની સાથે જ ઓલ ઈન્ડિયા જમીઅતુલ કરેશી એક્શન કમિટીનો જિલ્લા અધ્યક્ષ છે. યતીમખાના હોબાળામાં નામ આવ્યા બાદ સમાજવાદી પાર્ટીના નગર અધ્યક્ષ ડૉ. ઇમરાને તેને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. નિઝામ કુરેશીની સમાજવાદી પાર્ટી સહિત મુસ્લિમ સમુદાય વચ્ચે સારી પકડ બતાવવામાં આવે છે.અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતાની એક ટીમ નિઝામ કુરેશી નામથી વૉટ્સએપ ગ્રુપ છે. આ વૉટ્સએપ ચેટ સોશિયલ મેડિયા પર વાયરલ થઈ છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતાની ચેટ વાયરલ થયા બાદ સમાજવાદી પાર્ટીના ત્રણ ધારાસભ્ય અને મહાનગર અધ્યક્ષે ગ્રુપ છોડી દીધું છે. તો સમાજવાદી પાર્ટીના મહાનગર અધ્યક્ષ ડૉ. ઈમરાને સ્પષ્ટતા આપતા કહ્યું કે, સમાજવાદી પાર્ટી તેનું સમર્થન કરતી નથી. વૉટ્સએપ ગ્રુપે સુવિધા આપી રાખી છે કે કોઈ પણ ગ્રુપ એડમીન કોઈને પણ એડમીન બનાવી શકે છે. અમારા લોકો પાસે વૉટ્સએપ ગ્રુપની સંખ્યા ઘણી વધારે છે અને ઘણા ગ્રુપ જોઈ શકતા નથી. તેનો અર્થ એ નથી કે, તેનું સમર્થન કરીએ છીએ. અમે લોકોએ ગ્રુપ છોડી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.