જાણો, તાલિબાનના દુશ્મન કોણ છે.. ISISનું સૌથી ખતરનાક આંતકી ગ્રુપ છે આ…

ગુરૂવારે કાબુલ એરપોર્ટ પર થયેલાં આત્મધાતી હુમલામાં મુખ્ય શંકાસ્પદ અફધાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ આતંકવાદી સંગઠન છે. જે ઈસ્લામિક સ્ટેટ ખોરાસન તરીકે ઓળખાય છે. ISIS – Kની સ્થાપના છ વષઁ પહેલાં થઈ હતી. આ જૂથ તાલિબાનને સત્તા અને પ્રભુત્વની લડાઈમાં પોતાનો દુશ્મન માને છે.

૨૦૧૨માં લડવૈયા એ ઈરાન, તુકઁમેનિસ્તાન, અફધાનિસ્તાનની સરહદ પર ખોરાસન નામનાં વિસ્તારમાં એક જૂથ બનાવ્યું. ૨૦૧૪માં જૂથ ISIS તરફ વળ્યું હતું. જેમાં સૌથી ખતરનાક આઈએસઆઈનું ખોરાસન મોડયુલ આ સમયે સૌથી વધુ એકટિવ છે.

ધ ગાડિઁયન અહેવાલ આપે છે કે, ISIS – K માને છે કે તાલિબાનો અમેરિકા સાથે વાટાઘાટો કરવાની તેમની ઈચ્છા, તેમની સ્પષ્ટ વ્યવહારિકતા અને ઈસ્લામિક કાયદાને પૂરતી કઠોરતા સાથે લાગુ કરવામાં નિષ્ફળતાને કારણે ઈસ્લામિક વિશ્વાસ છોડી દીધો છે.

ભારતીય સમય અનુસાર, રાત લગભગ સાડા ત્રણ વાગ્યે અમેરિકી રાષ્ટ્રપતિએ સમગ્ર પરિસ્થિતિ અંગે મીડિયાને માહિતી આપી અને કહ્યું કે હુમલાખોરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. સાવચેતી તરીકે હવે કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.