રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધીને અપશબ્દો કહીને દેશભરમા ચર્ચાનો વિષય બનેલા મહારાષ્ટ્રના સંત કાલીચરણનું એક નવું નિવેદન સામે આવ્યું છે. જેમાં કાલીદાસ કહી રહ્યા છે કે ગાંધીને અપશબ્દ કહેવા માટે મારી સામે FIR થઇ છે અને મને તેનો કોઇ વસવસો નથી. હું ગાંધીને નફરત કરું છુ,મારા દિલમાં ગાંધી માટે તિરસ્કાર છે. પોતાના તાજા નિવેદનમાં કાલીચરણે ગોડસેને મહાત્મા બતાવીને કહ્યું કે ગોડસેને હું કોટિ-કોટિ નમસ્કાર કરું છુ તેમના ચરણોમાં મારા સાષ્ટાંગ પ્રમાણ
રાયપુરની ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી માટે મંચ પરથી અપશબ્દોનો પ્રયોગ કરનાર કાલીચરણ ફરાર થઇ ગયા હતા અને સોમવારે મઘરાતે કાલીચરણે આ આખા મામલામાં પોતાના પક્ષ રજૂ કરવા માટે એક વીડિયો જારી કર્યો. કાલીચરણે ફરી એ જ વાત દોહરાવી જેના માટે તેમની પર કેસ થયો છે. 8 મિનિટ અને 51 સેકન્ડના આ વીડિયોમાં તેમણે અનેક મુદ્દા રજૂ કર્યા છે.
તેમણે કહ્યુ કે ગાંધીને કારણે સરદાર વલ્લભભાઇ પટેલ દેશના પ્રધાનમંત્રી બની શક્યા નહોતા. જો સરદાર પ્રધાનમંત્રી બન્યા હતે તો આજે ભારત અમેરિકા કરતા વધારે સુપર પાવર બની શકતે. કાલીચરણે વંશવાદને પ્રોત્સાહન આપવા, ભગતસિંહ, રાજગુરુની ફાંસી રોકવા જેવા અનેક આરોપો પણ લગાવ્યા છે.
વીડિયોમાં કાલીચરણે કહ્યું કે કોઇ રાષ્ટ્રનો પિતા બની શકે નહી. રાષ્ટ્રપિતા બનાવવા હતે તો છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ અને સરદાર પટેલ જેવા લોકોને બનાવવા જોઇતા હતા જેમણે રાષ્ટ્રને એકત્ર કરવાનું કામ કર્યુ હતુ. ગાંધીને દેશના ભાગલા પાડવા માટે જવાબદાર ગણ્યા
.
રાયપુર પોલીસ દ્રારા FIR કરવા પર કાલીચરણે કહ્યું કે જો સત્ય બોલવા માટે મને મૃત્યુ દંડની સજા થાય તો મોતને સ્વીકારવા પોતે તૈયાર છે. તેમણે છત્રપતિ શિવાજી મહારાજનું ઉદાહરણ આપીને કહ્યું કે તેમણે ઘર્મની રક્ષા માટે પોતાનો જીવ આપી દીધો હતો. મારા જેવા કરોડો કાલીચરણ મરવા માટે તૈયાર છે.
કાલીચરણ બોડી બિલ્ડીંગના શોખીન છે અને કોઇ પ્રોફેશનલ ટ્રેનિંગ વગર કલાસિકલ ગીતો ગાયને બધાને ચોંકાવી દે છે અને તેમનું સાચું નામ અભિનીત ધનજંય સરાગ છે. તેઓ ભાવસાર સમાજમાંથી આવે છે. તેમના પિતા દવાની દુકાન ચલાવે છે. કાલીચરણ મહારાષ્ટ્રના અકોલામાં સ્થાનિક યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. કાલીચરણ માત્ર 8 ચોપડી ભણેલા છે અને બાળપણ ભારે બદમાશીને કારણે તેમને ઇન્દોરમાં માસીના ઘરે રહેવા મોકલી અપાયા હતા.
કાલીચરણ રાજનીતીમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. વર્ષ 2017માં અકોલા નગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. પરંતુ હારી ગયા હતા. કાલીચરણ આ પહેલાં શિવતાંડવ સ્ત્રોતના પાઠ કરીને ચર્ચામાં આવ્યા હતા. કાલીચરણ પોતાને કાલીપુત્ર તરીકે ઓળખાવે છે અને દાવો કરે છે કે તેમણે મા કાલીના દર્શન કર્યા છે અને માએ અક્સ્માતમાં પગ સારા કરી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.