WHO ની અપીલ- ભારત સતત આક્રમક થઈને કાર્યવાહી કરે.ભારતે સામાજિક સ્તરે કોરોનાના ફેલાતો રોકવો પડશે.

WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન)એ ભારતને કોરોનાને રોકવા માટે સતત આક્રમક રહીને કામ કરવાની અપીલ કરી છે.

WHOના ઈમરજન્સી હેલ્થ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેકટર માઈક રેયાને સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં ભારત અંગે કહ્યુ હતુ કે, ભારત ચીનની જેમ બહુ મોટો અને ગીચ વસતી ધરાવતો દેશ છે. આ મહામારીનુ ભવિષ્ય ઘણા ખરા અંશે એ વાત પર નિર્ભર છે કે, ભારત જેવા મોટા દેશમાં શું થશે. બહુ જરુરી છે કે, ભારત સતત આક્રમક થઈને કાર્યવાહી કરે.ભારતે સામાજિક સ્તરે કોરોનાના ફેલાતો રોકવો પડશે.

તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ,ભારતે સોમ્લ પોક્સ અને પોલિયો જેવી બીમારીઓને ખતમ કરવા માટે અગાઉ દુનિયાને રસ્તો બતાવેલો છે અને વેકિસનેશન આપવા માટે બહુ મોટા સ્તર પર કામગીરી કરેલી છે.જો સિવિલ સોસાયટી અને કોમ્યુનિટી સંગઠિત થઈને કામ કરે તો ભારત પાસે ઘણી ક્ષમતા છે

માઈક રેયાને કહ્યુ હતુ કે, કોરોનાને લઈને કોઈ આસાન ઉપાય નથી. આકરી મહેનત કરવાની જરુર છે. ભારત જેવા દેશ કોરોનાની લડાઈનુ નેતૃત્વ કરે. દુનિયાને રસ્તો દેખાડે કે કેવી રીતે કોરોના સામે લડી શકાય અને પહેલા આવુ થઈ ચુક્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.