કોણ બનશે ગુજરાતનાં મુખ્યમંત્રી : ચૂંટણી પૂવૅ ચચૉ શરુ.

વર્ષ 2022માં છ રાજ્યમાં યોજાનારી ચૂંટણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ચૂંટણીના એક વર્ષ પહેલાં રાષ્ટ્રીય કાર્યકારીની યોજાય છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રીના કોણ હશે તેના ચહેરા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને વી.સતીશજી બેઠકમાં હાજર રહેશે. કાર્યકારીની બેઠકમાં રાષ્ટ્રીય મહાસચિવ,, સંગઠન મંત્રીઓ હાજર રહેશે. ગુજરાત, યુ.પી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યો મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

શનિવાર-રવિવાર નડ્ડાની બેઠક;
શનિવાર અને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બેઠક કરવાના છે. આ બેઠકમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય મહાસચિવ હાજર રહેશે. એવુ કહેવાય છે કે, આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં થનારી 2022ની ચૂંટણી સહિત અન્ય રાજ્યની ચૂંટણી લઈને પણ ચર્ચા થવાની છે.

જો કે, પાર્ટી સૂત્રોનું કહેવુ છે કે, આ બેઠકમાં કોરોનાકાળમાં ચલાવવામાં આવેલા અભિયાન અંગે વાતચીત થવાની છે. જણાવી દઈએ કે, પાર્ટીએ કોરોના કાળ દરમિયાન ગરીબો અને વંચિતો માટે મદદ કરવા સેવા જ સંગઠન નામનું અભિયાન શરૂ કર્યુ છે. આ ઉપરાંત બંગાળ સહિત પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણી પર પણ ચર્ચા શક્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.