કોહલી બાદ કોણ બનશે ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન? જાણો ક્યાં 3 ખેલાડી છે મોટા દાવેદાર…

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ચોંકાવનારો નિર્ણય લેતા આખી દુનિયાને હેરાન કરી દીધી છે. વિરાટ કોહલીએ T20ની કેપ્ટન્સીમાંથી રાજીનામું આપ્યા બાદ તેને વન-ડેની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને હવે તેણે ટેસ્ટની કેપ્ટન્સી પણ છોડી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ વિરાટ કોહલીએ અચાનક આ મોટો નિર્ણય લીધો છે અને સૌથી મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી બાદ ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન કોણ બનશે? આ પદને સંભાળવા માટે ભારતીય ટીમમાં પહેલા જ કેટલાક દિગ્ગજ રેસમાં છે.

વિરાટ કોહલી બાદ ટેસ્ટ ફોર્મેટનો નવો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર રોહિત શર્મા છે.અને રોહિત શર્માને પહેલા જ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) વન-ડે અને T20મા કેપ્ટન બનાવી ચૂકી છે. એવામાં તેને ત્રણેય ફોર્મેટની જવાબદારી સોંપી શકાય છે. રોહિત શર્મા જ વિરાટ કોહલી બાદ ટીમમાં સૌથી દિગ્ગજ ખેલાડી છે. રોહિત શર્મા આ વખત BCCIની સૌથી પહેલી પસંદગી હોય શકે છે અને તેને આમ પણ કેપ્ટન્સી કરવાનો ઘણો અનુભવ છે. BCCI હંમેશાંથી જ ત્રણેય ફોર્મેટનો એક જ કેપ્ટન બનાવતી આવી છે એવામાં રોહિત શર્મા જ ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બની શકે છે.

રોહિત શર્મા સિવાય કેપ્ટન્સીનો બીજો સૌથી મોટો દાવેદાર કે.એલ. રાહુલ હશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ એ જ સૌથી વધુ અનુભવી ખેલાડી છે. કે.એલ. રાહુલને હાલમાં જ વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કે.એલ. રાહુલ અત્યારે માત્ર 29 વર્ષનો છે અને તેને લાંબા સમય માટે ટીમનો કેપ્ટન બનાવી શકાય છે. તો વન-ડેની કેપ્ટન્સી પણ હાલમાં કે.એલ. રાહુલ જ કરશે. એવામાં જો BCCIએ ત્રણેય ફોર્મેટનો એક અલગ કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો તો કે.એલ. રાહુલ જ સૌથી મોટો દાવેદાર હોય શકે છે.

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવા માટે ત્રીજો સૌથી મોટો દાવેદાર હશે. ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરને હાલમાં જ વન-ડે ટીમનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને જસપ્રીત બૂમરાહને ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સની જેમ કેપ્ટન બનાવી શકાય છે. જસપ્રીત બૂમરાહ ટીમનો પર્મનેન્ટ ખેલાડી છે અને તેને કેપ્ટન બનાવીને ફાયદો જ થશે. એ સિવાય જસપ્રીત બુમારહની ઉંમર પણ અત્યારે ઓછી છે અને તે લાંબા સમય સુધી ટીમની કેપ્ટન્સી સંભાળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.