મુંબઈની સતત આઠમાં પરાજય માટે રોહિત શર્માએ જાણો કોને દોષી ઠેરવ્યા??

મુંબઈ ઇન્ડિયન્સ (MI)નો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા ખરાબ સમય પૂરો થવાનું નામ નથી લેતો. રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઇન્ડિયન્સને રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ 36 રને હારવું પડ્યું. ટૂર્નામેન્ટમાં આ મુંબઈ ઇન્ડિયન્સની સતત છઠ્ઠી હાર રહી અને હવે તેની પ્લેઓફમાં પહોંચવાની આશા પૂરી થઈ ચૂકી છે.અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર 1083 દિવસો બાદ મેચ રમવા ફરેલી મુંબઈ ઇન્ડિયન્સને ભાગ્યનો જરાંય સાથ ન મળ્યો.

કે.એલ. રાહુલ (103*) નોટઆઉટ સદીની મદદથી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 132 રન જ બનાવી શકી. સતત 8 હારથી નિરાશ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ પોતાના બેટ્સમેનો પર ખૂબ ગુસ્સો કાઢ્યો. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં રોહિત શર્માએ કહ્યું કે મારા હિસાબે અમે સારી બોલિંગ કરી.અને આ પીચ બેટિંગ માટે સારી હતી પરંતુ અમે સારી બેટિંગ ન કરી.

રોહિત શર્માએ આગળ કહ્યું કે અમારે આ લક્ષ્યનો પીછો કરવો જોઈતો હતો. જ્યારે તમારે આ રીતેના લક્ષ્યને હાંસલ કરવાનું હોય તો તમને પાર્ટનરશીપની જરૂરિયાત હોય છે જે અમે ન કરી શક્યા. અમારા બેટ્સમેનોએ ગેર-જવાબદારી ભર્યા શૉટ માર્યા, જેમાં હું પણ સામેલ છું.અને લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ વચ્ચેની ઓવરોમાં સારી બોલિંગ કરી. અમે ટૂર્નામેન્ટમાં સારી બોલિંગ કરી નથી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તમારે સુનિશ્ચિત કરવાનું હોય છે કે એક બેટ્સમેન લાંબી ઇનિંગ રમે પરંતુ આ ટૂર્નામેન્ટમાં અમે એમ કરવામાં નિષ્ફળ રહ્યા

રોહિતે કહ્યું કે કેટલાક વિરોધી ટીમના ખેલાડીઓએ લાંબી ઇનિંગ રમી અને અમને નુકસાન પહોંચાડ્યું. ટીમ ડેવિડને ટીમમાં સામેલ કરવાના સવાલ પર રોહિત શર્માએ કહ્યું કે જે રીતે ટૂર્નામેન્ટ આગળ વધી રહી છે, દરેકના નામ પર ચર્ચા થઈ રહી છે. અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે જેને પણ ચાન્સ મળે તે પ્લેઇંગ ઇલેવનમાં રન બનાવે એટલે અમે વધારે બદલાવ કરી રહ્યા નહોતા. અને જે પણ રમ્યા તેમને પૂરતા ચાન્સ મળ્યા એવું મારું માનવું છે. સતત 8 મેચ હારવાના કારણે મુંબઈ ઇન્ડિયન્સના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે લીગની પહેલી એવી ટીમ બની ગઈ છે જેણે શરૂઆતી 8 મેચોમાં હાર મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.