દેશમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હવાઈ મુસાફરીમાં કેમ વધી રહ્યા છે ભાવ??અહીં જાણો સાચું કારણ….

દેશમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ હવાઈ મુસાફરી તાજેતરના સમયમાં ઘણી મોંઘી થઈ ગઈ છે.અને કેટલાક ડોમેસ્ટિક રૂટ પરનું હવાઈ ભાડું જાન્યુઆરીની સરખામણીમાં બમણાથી પણ વધુ થઈ ગયું છે. કોરોનાના સમયગાળા દરમિયાન હવાઈ મુસાફરીને સૌથી વધુ અસર થઈ હતી, પરંતુ રોગચાળો ઓછો થતાં જ હવાઈ ટ્રાફિક પાટા પર ફરી રહ્યો છે. તેની સાથે ભાડામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં હવાઈ ભાડામાં ઘણો વધારો થયો છે. હવાઈ ભાડામાં આ અચાનક વધારો થવા પાછળ ઘણા કારણો છે. આમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં વધારો સૌથી મોટો ફાળો છે. ભારતમાં આ વર્ષે અત્યાર સુધીમાં એટીએફની કિંમત દસ ગણી વધી ગઈ છે.

જાન્યુઆરીમાં દિલ્હી-પટના રૂટ પર લઘુત્તમ હવાઈ ભાડું 2,100 રૂપિયા હતું, જે હવે વધીને 4,799 રૂપિયા થઈ ગયું છે. એટલે કે, તે બમણા કરતાં વધુ વધ્યો છે. એ જ રીતે દિલ્હી-મુંબઈ રૂટ પર લઘુત્તમ હવાઈ ભાડું રૂ. 2,800 થી વધીને રૂ. 5534 થયું છે.અને જાન્યુઆરીમાં દિલ્હી-બાગડોગરા રૂટ પર લઘુત્તમ હવાઈ ભાડું રૂ. 2,800 હતું, જે હવે વધીને રૂ. 5,289 થયું છે.

આ વર્ષે દેશમાં જેટ ફ્યુઅલ (ATF)ની કિંમતમાં 61.7 ટકાનો વધારો થયો છે. 1 જાન્યુઆરી, 2022થી ATFના ભાવમાં પ્રતિ કિલોલિટર રૂ. 46,938નો વધારો થયો છે.અને 1 જાન્યુઆરીથી જેટ ફ્યુઅલની કિંમત 76,062 રૂપિયા પ્રતિ કિલોલીટરથી વધીને 1.23 લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

કોઈપણ એરલાઈનના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો લગભગ 40 ટકા છે. ATFના ભાવમાં વધારાથી એરલાઇન કંપનીઓ પર પણ બોજ વધ્યો છે. ATF પર આબકારી જકાત 11 ટકા છે અને રાજ્યો પણ 1 થી 30 ટકા સુધીનો વેટ વસૂલે છે અને આ જ કારણ છે કે એરલાઈન્સ કંપનીઓ હવાઈ ભાડામાં વધારો કરીને મુસાફરો પર વધારાના ખર્ચનો બોજ આપી રહી છે.

યુક્રેન પર રશિયાના હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. 2019માં એરલાઈન્સના કુલ ખર્ચમાં જેટ ઈંધણનું યોગદાન 27 ટકા હતું, જે હવે વધીને 38 ટકા થઈ ગયું છે. સસ્તી એરલાઇન્સ માટે, તે 50 ટકા સુધી હોઈ શકે છે. USમાં આ વર્ષે અત્યાર સુધીમાં જેટ ફ્યુઅલના ભાવમાં 80 ટકાથી વધુનો વધારો થયો છે.અને એશિયામાં મોટાભાગની એરલાઇન્સ જેટ ફ્યુઅલને હેજ કરતી નથી. આનો અર્થ એ થયો કે જેટ ઈંધણના ભાવમાં વધારો તેમની પર વધુ અસર કરે છે.

મોટાભાગના દેશોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવ્યા છે, પરંતુ એરલાઇન્સ તેમના સમગ્ર કાફલાનો ઉપયોગ કરી રહી નથી. હાલમાં, તેઓએ એવા વિમાનો સેવામાં મૂક્યા છે જે ઓછા તેલનો વપરાશ કરે છે. તેમાં A350 અને 787 ડ્રીમલાઈનર્સનો સમાવેશ થાય છે. તેની સૌથી વધુ અસર એશિયામાં જોવા મળી રહી છે. અત્યાર સુધી આ વિસ્તારના સૌથી મોટા બજાર ચીનમાં લોકડાઉનની સ્થિતિ છે અને રોગચાળા દરમિયાન ઘણી કંપનીઓએ તેમના નેટવર્ક કાપી નાખ્યા હતા અને હવે તેઓએ તેને નવેસરથી તૈયાર કરવું પડશે.

ઉડ્ડયનમાં મોટી મૂડીનો સમાવેશ થાય છે અને માર્જિન ઓછું છે. કોરોનાએ એરલાઇન્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેઓએ ત્રણ વર્ષમાં $200 બિલિયનથી વધુ ગુમાવ્યું. કેથે પેસિફિક એરવેઝ લિ. હોંગકોંગ અને લંડન વચ્ચે ઈકોનોમી ક્લાસ રિટર્ન ટિકિટની કિંમત $5,360 છે, જે કોરોના પહેલા કરતા પાંચ ગણી વધારે છે. હવાઈ ભાડામાં થયેલા વધારાથી તેમને તેમની ખોટ ભરપાઈ કરવાનો મોકો મળ્યો છે.જેથી હવાઈ ભાડા ક્યારે ઘટશે તે હજુ નક્કી નથી કારણ કે ઘણા લોકો આટલું ભાડું ચૂકવવા તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.