સ્ત્રીઓ માટે કેમ હોય છે 16 શણગાર? જાણો 16 શણગારનું વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મમાં લગ્નજીવનમાં સોળ શૃંગારનો મહત્વ પણ ખાસ હોય છે. જેથી સ્ત્રીઓ હંમેશા શણગાર અંગે ખુબ જ કાળજી રાખતી હોય છે. શોળ શણગારનીની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. આ શૃંગારનો ધાર્મિક મહત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલા છે. સોળ શૃંગારમાં, ચાંદલો, સિંદૂર, કાજલ સહિતની વસ્તુઓ સામેલ થયેલ છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે સોળ શૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ તેની પાછળનું કારણ શું છે.

ચાંદલો:
માથામાં કપાળે બે ભ્રમરની વચ્ચે કંકુનો ચાંદલો કરવામાં આવે છે. તેનું કદ નાનું મોટું અને લાંબો કે ગોળાકાર હોય શકે છે. જ્યાં ચાંદલો કરવામાં આવે છે એ માથાના ભાગમાં નર્વ પોઇન્ટ છે. જેથી ભ્રમરકેન્દ્ર પર બિંદી કરવાથી સ્ત્રીઓમાં એકાગ્રતા વધે છે અને મનનું સંતુલન રહે છે.

સિંદુર:
લગ્ન પછી સ્ત્રીને તેના પતિ દ્વારા માથામાં સિંદુર ભરવામાં આવે છે. આમ તો કહેવામાં આવે છે કે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે માથામાં સિંદુર લગાવે છે. સિંદુર લાલ લેડ ઓકસાઈડમાં પારો અને સીસુના ભુક્કામાંથી બને છે. એટલે સિંદુર લગાવવાથી મગજની નસો નિયંત્રણમાં રહેતી હોવાનું મનાય છે. સિંદુર સ્ત્રીઓના શરીરના તાપમાનને નિયંત્રિત કરીને ઠંડક આપે છે. સાથે શાંત પણ રાખે છે.

કાજલ:
કાજલ સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. મહિલાઓની આંખોની સુંદરતામાં કાજલ વધારો કરે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે કાજલ (આંજણ) લગાવવાથી કોઈની નજર નથી લાગતી. પરંતુ કાજલથી આંખોને ઠંડક મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે એટલા માટે લગાવવામાં આવે છે.

પાનેતર:
લગ્નમાં કન્યાના શૃંગારમાં સૌથી અગત્યનું વસ્ત્ર એટલે પાનેતર મનાય છે. ખાસ કરીને સફેદ અને લાલ રંગનો પાનેતરમાં ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને લાલ રંગ શુભ ગણવામાં આવે છે. એટલે જ સફેદ અને લાલ રંગના પાનેતરને શુભ માનવામાં આવે છે.

ફુલ ગજરો:
ફૂલોથી તૈયાર થતો ગજરો એક પ્રાકૃતિક શુંગાર છે. ગજરો વાળ અને મહિલાની સુંદરતા વધારે છે. ગજરો ધારણ કરવાથી મહિલાઓનું ધૈર્ય જળવાય રહે છે સાથે તાજગી પણ આપે છે. તો ફૂલોની સુગંધ તણાવ પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

ટીકો:
સોના, ચાંદી, હીરા અને મોતીથી તૈયાર થતું આ આભૂષણ સ્ત્રીના મસ્તકને શોભાવે છે. વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે માંગ ટીકો લગાવવાથી શરીરનું તાપમાનને નિયંત્રિત થાય છે. સાથે જ શાંતિચિતે સ્ત્રી નિર્ણયો લઇ શકે છે.

https://www.youtube.com/watch?v=XEJhIM-N_5o&t=1s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.