IPL 2022 શરૂ થવાના પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીએ CSKની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેના પછી રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.અને ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચાર વખત IPLનો ખિતાબ જીત્યો હતો. હવે CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે એક મોટો ખુલાસો કર્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય અચાનક નથી લેવાયો અને તેના પર IPLની ગત સીઝનથી જ વાત થતી હતી. જો કે, ફ્લેમિંગે કહ્યું કે, કેપ્ટનશીપ છોડવાના ટાઈમિંગ પર નિર્ણય ધોનીને લેવાનો હતો.અને તેને IPLની 15મી સીઝન પહેલા મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સથી મળેલી હાર પછીની વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમે આના પર વાત કરી છે. MS ધોનીએ ગત સીઝનમાં આના વિશે વાત કરી હતી. ટાઈમિંગનો નિર્ણય તેનો પોતાનો હતો.’
બાર સીઝનમાં ચાર વખત ખિતાબ જીતેલી અને પાંચ વખત ઉપવિજેતા રહ્યા બાદ ધોનીએ ગુરુવારે ચેન્નાઈની કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાને સોંપવાનો નિર્ણય કર્યો હતો. ફ્લેમિંગે કહ્યું કે, ‘આ પહેલેથી જ ફિક્સ હતું કે ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા પછી જાડેજા કેપ્ટન બનશે. ટીમના માધ્યમથી આની સૂચના (શ્રીનિવાસનને) આપવામાં આવી હતી.’ તેને કહ્યું કે, ‘અમે આનું સન્માન કરીએ છે અને આ બદલાવનો સમય છે. અમારો જાડેજા સાથે સંબંધ છે અને ધોની પણ ટીમમાં છે અને આપણી પાસે નવો કેપ્ટન અને પૂર્વ કેપ્ટનનો અનુભવ પણ છે, આ બદલાવનો સમય છે, પણ આનાથી આપણે સરળતાથી નીકળી જઈશું.’
રવિન્દ્ર જાડેજા 2012થી ચેન્નાઈ ટીમ સાથે જોડાયેલો છે, તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન બન્યો છે. IPLની પહેલી સીઝન એટલે કે 2008થી જ મહેન્દ્ર સિંહ ધોની ટીમનો કેપ્ટન રહ્યો હતો. ધોનીએ 213 મેચોમાં કેપ્ટનશીપ કરીને 130 મેચોમાં ટીમને જીત અપાવી છે અને વચ્ચે સુરેશ રૈનાએ પણ 6 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાંથી માત્ર 2 મેચોમાં ટીમને જીત મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.