કપિલ શર્માનું સૌથી મોટું ટેલેન્ટ એ છે કે, તે ઘણીવાર હંસતા-હંસતા મોટી વાતો કહી જાય છે. જેવી કંગના કપિલના શો પર આવી તેની સાથે જ તેણે એક મુદ્દો ઉઠાવી દિધો.અને ચંદન પ્રભાકરના મંચ પર આવતાની સાથે જ કપિલ કહે છે કે, કંગના નેપોટિઝમ અહીં થઈ રહ્યું છે.
ધ કપિલ શર્મા શોમાં આ અઠવાડિએ કિંગ કંગના રણૌત ‘ધાકડ’ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી.અને કપિલના શોમાં ‘ધાકડ’ ફિલ્મની આખી ટીમ કંગનાની સાથે આવી હતી, એવામાં મસ્તી-મજાક ચાલી રહ્યો હતો. હંમેશા મુક્તપણે જવાબ આપનાર કંગનાએ કપિલના શો પર પહોંચીને તેની ખૂબ જ ખીંચાઈ કરી.
ધ કપિલ શર્મા શોમાં ‘ધાકડ’ની ટીમે ‘ધાકડ’ અંદાજમાં એન્ટ્રી લીધી. એન્ટ્રી લેતાની સાથે જ કંગના રણૌત કપિલ શર્માની ખીંચાઈ કરવાનું શરૂ કરી દીધું. તેણે કપિલના વધેલા વજનની તરફ ઈશારો કરતા કહ્યું કે કેટલું વેટ લોસ કરી લીધું. ગત સમયે જ્યારે હું આવી હતી ત્યારે તમે ચાર મહિનાથી હતા. કંગનાની વાતો સાંભળીને કપિલ મનમાં ને મનમાં હંસવા લાગે છે અને પછી કહે છે કે દુનિયામાં કોઈને પણ છોડતી નહી, દરેકની ખીંચાઈ કરતી રહેજે.
કોમેડી કિંગ અને બોલિવુડ કિંગની આ મસ્તી ભરી વાતો દરેકને ખૂબ જ પસંદ આવી રહી છે. શોમાં કંગના સિવાય દિવ્યા દત્તા અને અર્જુન રામપાલે પણ ખૂબ મસ્તી કરી. એટલું જ નહીં શોમાં કપિલે અર્જુનને એમ પણ પૂછ્યું કે તે વર્ષોથી આટલો ફીટ કઈ રીતે છે. કપિલ કહે છે કે હું રાતે જો બે રોટલી ખાઉં તો મારા ચહેરા પર ચાર દેખાઈ છે.અને આ સિવાય કપિલે અર્જુન રામપાલના વિલન કીરદારો પર પણ ખૂબ જ હંસી મજાક કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.