SPGએ PMને 2 કલાકથી વધારાની માર્ગ મુસાફરી કેમ કરાવી? જાણો કોણે આવુ કહ્યું??

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બુધવારે એક ગંભીર ચૂક થઈ ગઈ અને આ બાબતને લઈને આરોપ-પ્રત્યારોપના દોરની શરૂઆત થઈ ગઈ છે અને આ બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે તેને ગંભીર મુદ્દો ગણાવતા સવાલ કર્યા છે. તેમાં પૂછ્યું કે SPGએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2 કલાકથી વધારાની માર્ગ મુસાફરી કેમ કરાવી. પોતાની ટ્વીટમાં અશોક ગેહલોતે લખ્યું કે આ એક ગંભીર ઘટના છે અને પૂર્વમાં ભારતના બે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઈ ચૂકી છે ત્યારબાદ વડાપ્રધાનની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી SPGને સોંપી દેવામાં આવી.

તેમણે આગળ લખ્યું કે વડાપ્રધાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે SPG એક્ટમાં વિશેષ પ્રવધાન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનના પ્રવાસની સુરક્ષાની જવાબદારી SPG અને IBની હોય છે અને તેની સાથે જ રાજ્યની પોલીસ SPGના નિર્દેશો અને સલાહ પર કામ કરે છે. SPGની મંજૂરી વિના વડાપ્રધાનનો કાફલો આગળ વધી શકતો નથી અને તેમણે એજન્સીઓની જવાબદારી પર સવાલ ઉઠાવતા લખ્યું કે SPGએ બતાવવું જોઈએ કે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં વડાપ્રધાનને 2 કલાકથી વધારે સમયની માર્ગ મુસાફરી કેમ કરાવી?

વડાપ્રધાન ભલે હવાઈ માર્ગે આવે પરંતુ વૈકલ્પિક રોડ માર્ગને ક્લિયર રાખવા અને માર્ગ પર હંમેશાં સુરક્ષા વ્યવસ્થા રાખવાની જરૂરિયાત હોય છે અને સ્થાનિક પોલીસે રોડ ક્લિયરેન્સ રાખવાનું હોય છે અને પોલીસની રોડ ક્લિયરેન્સ પાર્ટી પૂલ પર ભીડ આવવા માટે જવાબદાર છે તેની જવાબદારી રાજ્ય પર છે. પંજાબની ઘટના વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક છે. SPGના પૂર્વ અધિકારી પી.કે. મિશ્રાના જણાવ્યા મુજબ પાકિસ્તાની સરહદ નજીક આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર ઊભો કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં આ મોટી ચૂકની પહેલી જવાબદારી રાજ્યના સુરક્ષા તંત્રની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.