શા માટે આપનાં પ્રદેશ પ્રવક્તા એ વિજય રુપાણીને ખુલ્લો પત્ર લખવો પડયો?

હાલ સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગુજરાત કોરોના વાયરસનો સામનો કરી રહયો છે. પહેલાં શહેરી વિસ્તારમાં કોરોના વાયરસનાં હજારોની સંખ્યામાં કેસ આવતાં સરકાર માટે ચિંતાનો વિષય બન્યો હતો. ત્યારે તાજેતરમાં મહાનગરપાલિકા ની ચૂંટણી પૂરી થઈ હતી. તેમાં સુરત મહાનગર પાલિકા માં વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આવતાં ની સાથે જ કોવિડ કેર આઈસોલેશન સેન્ટર શરુ કયૉ હતાં. ત્યાર બાદ આમ આદમી પાર્ટી તેમજ વિવિધ સહયોગી સંસ્થા દ્નારા સુરતનાં વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરીને સુરતને 1 મહિનાનાં ટૂંક સમય ગાળામાં ઊભું કરી દીધું હતું.

શહેરોને કોરોનાનાં અમુક અંશે ઊભું થયું ત્યાં તો કોરોના વાયરસે ગામડાને પોતાનાં ભરડામાં લઈ લેતાં ગામડાંનાં લોકો કોરોના ભ્રયથી શહેરી વિસ્તારમાં પ્રવેશ કરી રહયાં હતાં. તે જ સમયે આમ આદમી પાર્ટી દ્નારા સાવરકુંડલાનાં ગ્રામીણ વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરેલ હતું.આ કોવિડ કેર સેન્ટર શરુ થયાને એકાદ અઠવાડિયું થયું હશે ને ગઈ કાલે સાવરકુંડલાનાં આઈસોલેશન સેન્ટર પર પોલીસનાં ધામા તેમજ મામલતદારે ધામા નાખી દીધાં હતાં .અને સરકારી અધિકારીઓ દ્નારા કહેવામાં આવ્યું હતું કે , આ કોવિડ કેર સેન્ટર શરુ કરવાની મંજૂરી લીધેલ નથી. ત્યારે આપનાં સાવરકુંડલા નાં નેતા તેમજ સંચાલકો દ્નારા સરકારી કર્મચારીઓ તેમજ તંત્રને આજીજી કરવામાં આવી કે અમે આ સેન્ટરની મંજૂરી અમો લઇ લેશું. તેવું કહેવા છતાં સરકારી અધિકારીઓ તેમજ કમૅચારી ન માનતાં અંતે કોવિડ કેર સેન્ટર બંધ કરાવ્યું હતું.

ત્યારબાદ સવારે આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી દ્નારા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણીને ખુલ્લો પત્ર લખાવમાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે,AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઇ ઇટાળીયાના માગઁદશઁન અને આદેશ મુજબ AAPના ચુંટાયેલા પ્રતિનિધીઓ અને કાયઁકરો દ્વારા દાતા શ્રીઓ ના સહયોગથી કોવિડ આઇસોલેશન સેન્ટરો શરુ કરાયા.આ સેન્ટરો પર તંત્ર તરફથી કોઇ સહયોગ નહિ મળતો હોવા છતા પણ તંત્ર,સરકાર અને અન્ય રાજકીય પક્ષોના લોકોને અમો હરખભેર આવકાયાઁ કારણ કે અમારા માટે આ સમયમાં પક્ષા-પક્ષી કે આરોપ-પ્રત્યારોપમાં ઉતરવા કરતા આ મહામારીથી લોકોને ઉગારવા મહત્વનુ છે.

રાત્રે ૧૦:૦૦ વાગ્યાના સુમારે મામલતદાર અને પોલીસ સહિતનો કાફલો ધટના સ્થળ પર પહોચ્યો અને સંચાલકોને ધમકાવી ને જણાવવામાં આવ્યુ કે તમે મંજુરી વગર આઇસોલેશન સેન્ટર ચલાવી રહ્યા છો જેથી તમારા વિરુધ્ધ FRI થશે.સંચાલકે વારંવારં આજીજી કરી અને બાહેધંરી આપી કે આપ સાહેબ જે કહેશો તે મજુંરી અમો લઇ લઇશું પણ દદીઁઓ ને હાલાકી પડે તેવુ કઇપણ નહિ કરતા છતા પણ ભાજપના નેતાઓ ને દબાણવશ થયેલા અધીકારીઓ નિષ્ઠુર,અમાનવીય અને નિલઁજ બનીને દદીઁઓને પણ ત્યા થી ધમકાવી જગ્યા ખાલી કરાવવા લાગ્યા જેમાં મળતા સમાચાર મુજબ છકડો રીક્ષામાં એક દદીઁને ફેરવતા એક દદીઁનુ મોત પણ નિપજ્યુ.તો આપ સાહેબ ને વિનંતી કે ભાજપના નેતાઓ ને ફોટા પડાવા માટે ન આવી શકાય,લોકોમાં તેમની કે તેમના પક્ષની વાહ-વાહી ના થાય તેમાં આટલી નારાજગી,નિષ્ઠુરતા,નિલજઁતા,અમાનવિયતા અને નિચતા કેટલી યોગ્ય ? શું આ જવાબદાર તત્વો વિરુધ્ધ મનુષ્યવધ નો ગુનો ના નોધાંવો જોઇએ ?

જો આ વાત સ્વીકારતા ના હોવ તો હું આપને વિનંતી સહ પડકાર આપતા જણાવુ છુ કે આપ એક એવુ ગુજરાતના કોઇપણ એરીયાનુ પોલીસ સ્ટેશનનો હદ વિસ્તારમાં દારુના મળતો હોય તો મને જાહેરપત્ર દ્વારા જણાવો કે જ્યા દારુનુ વેચાણ ના થતુ હોય ને જો આપ જણાવશો તો હું આપને વિનંતી સહ જણાવુ છુ કે હું મારુ જાહેરજીવન છોડીને આપ શ્રી નો સેવક બનીને ફરીશ આપના જવાબની આશા સહ…

આવી રીતે આ મહામારીમાં લોકોની સેવા કરતાં લોકોની કામગીરી બંધ કરાવીને તંત્ર શું મેળવવા માંગતી હવે? હવે જોવાનું રહયું કે સરકાર સાવરકુંડલા નાં તંત્ર પર શું પગલાં લેશે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.