હાર્ટ એટેક સૌથી વધારે બાથરૂમમાં જ કેમ આવે છે, જેમાં મોટાભાગના લોકો આ 3 ભૂલો કરે છે.

કાર્ડિયક અરેસ્ટ અથવા હાર્ટ અટેક આજકાલ લોકો માટે સૌથી ગંભીર બીમારી બની ગઈ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક અચાનક જ આવે છે, પરંતુ એ આવવાના ઘણા બધા કારણો છે, જેમાં ખરાબ જીવનશૈલી અને બેકાર ખાણીપીણી સુધી નો સમાવેશ છે. વ્યક્તિને હાર્ટ એટેક આવવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો, પરંતુ રીસર્ચ અનુસાર મોટે ભાગે સૌથી વધારે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ સવારના સમયે બાથરૂમમાં આવે છે.

હવે તમારા દરેકના મનમાં સવાલ હશે કે એવું કેમ થતું હશે? તો તમે  બાથરૂમમાં હાર્ટ એટેક આવવાના કારણો વિશે જાણકારી હોય તો તમે પોતાને અને તમારા પરિવારને તેનાથી સુરક્ષિત રાખી શકો છો. હવે અમે તમને એ જણાવીશું કે સવારના સમયે બાથરૂમમાં હાર્ટ એટેક કેમ આવે છે? એ પહેલા આ વાત સમજી લો કે હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ શું હોય છે?

હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે હોય છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પહોંચે છે. પરંતુ જ્યારે તમારા હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમા પ્લાકની રચનાને કારણે અવરોધ આવે છે તો તેનાથી હૃદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેનાથી જ આપણને હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી જાય છે.

બાથરૂમમાં હાર્ટ એટેક આવવાનું પહેલું કારણ: 

સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધારે હોય છે. એવામાં આપણે જ્યારે નાહવા માટે વધારે ઠંડુ કે ગરમ પાણી સીધું માથા પર નાખીએ છીએ, તો તેનાથી બ્લડ પ્રેશર ઉપર અસર થાય છે, તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.

બાથરૂમમાં એટેક આવવાનું બીજું કારણ:

 સવારના સમયે જ્યારે આપણે શૌચાલયમાં જઈએ છીએ તો ઘણીવાર પેટ સંપૂર્ણ રીતે સાફ કરવા માટે આપણે દબાણ કરીએ છીએ. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે દબાણ કરતા જોવા મળે છે. આ દબાણ આપણા હૃદયની ધમની ઓ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.

બાથરૂમમાં એટેક આવવાનું ત્રીજુ કારણ:

તમે ઘણીવાર જોયું હશે કે બાથરૂમનું તાપમાન આપણા ઘરના બીજા ઓરડાઓની સરખામણીમાં વધારે ઠંડું હોય છે.આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે વધારે કાર્ય કરવું પડે છે. આ પણ હાર્ટ એટેક આવવાનું એક કારણ હોઇ શકે છે.

હાર્ટ એટેકનાં લક્ષણો :

હાર્ટ એટેક એ અચાનક થતી સમસ્યા છે. તેથી તે મહત્વનું છે કે તમે તેના લક્ષણોને જાણો જેથી કરીને જો કોઈ વ્યક્તિ આવા લક્ષણો જોશે, તો તમે જાણો છો કે તે હાર્ટ એટેક છે. (1) છાતીમાં તીવ્ર દુખાવો (2) શ્વાસ લેવામાં તકલીફ (3) નબળાઇ અનુભવાય છે (4) ડાયાબિટીસના દર્દીને ઘણી વખત કોઈ લક્ષણો દેખાયા વિના હાર્ટ એટેક આવે છે. તેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે (5) તણાવ અને ગભરાટ એ પણ હાર્ટ એટેકનાં લક્ષણો છે (6) ચક્કર આવવા અથવા ઉંલટી થવી એ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે.

બાથરૂમ માં આવતા હાર્ટ એટેકથી બચવા માટેની રીતો :

હાર્ટ એટેકના જોખમ પછી, હવે તે કેવી રીતે ટાળવું તે જાણવું જરૂરી છે. જો તમે ભારતીય શૌચાલયનો ઉપયોગ કરો છો, તો લાંબા સમય સુધી તે જ સ્થિતિમાં બેસો નહીં. આની મદદથી તમે હાર્ટ એટેક અથવા કાર્ડિયાક એરેસ્ટ થવાનું જોખમ ટાળી શકો છો. નહાવાના સમયે પગના તળિયાઓને પહેલા પાણીના તાપમાન પ્રમાણે પલાળી નાખો. આ પછી, માથા પર હળવા પાણી રેડવું. આ તમારા શરીર અને બાથરૂમનું તાપમાન સંતુલિત કરશે. શૌચાલયમાં પેટ સાફ કરવા માટે, વધારે જોર(બળ ) ના કરવું જોયીયે. શૌચાલયમાં થોડો સમય કાઢો. જો તમે નહાતી વખતે નહાવાના ટબનો ઉપયોગ કરો છો, તો તે તમારી ધમનીઓને પણ અસર કરે છે. તેથી લાંબા સમય સુધી બાથટબ પર બેસશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.