કેમ મનાવવામાં આવે છે 15 સપ્ટેમ્બરે ENGINEERS DAY , જાણો તેનાં પાછળનું કારણ

એક તરફ ભારત (INDIA) ટેકનોલોજી (TECHNOLOGY) અને એન્જિનિયરિંગ (ENGINEERING) દ્રષ્ટિએ બુલેટ ટ્રેનથી લઈને નવી દિશાઓ હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે ભારતનાઓ એન્જિનિયર (ENGINEER) જગતનાં પિતા ગણાતા એમ. વિશ્ચેસરૈયાનાં (M VISVESARAYA) જન્મદિવસના માનમાં દર વર્ષે ૧૫ સપ્ટેમ્બરનાં દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે.

તેમનો જન્મ આજથી ૧૬૦ વર્ષ પહેલાં તેમનો જન્મ થયો હતો. જયારે કર્ણાટક મૈસૂર રાજયમાં હતું. ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ધરે એમ. વિશ્ચેસરૈયાનો જન્મ થયો હતો. મદ્નાસ યુનિવર્સિટીમાંથી ૧૮૮૧ તેમણે બી.એ કર્યુ હતું.

PWDમાં નોકરી શરુ કર્યા પછી તેમણે પાણી પુરવઠા વિભાગમાં કામ કર્યું હતું. જે દરમિયાન ડેકકન વિસ્તારમાં પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતું. જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરું પાડે છે.

કાવેરી નદી તેનાં પાણીનાં કારણે ચર્ચામાં છે. એ નદી પર કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે વિશ્ચેસરૈયાએ એશિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કર્યા હતો. જેમાં ૫૦ અબજ ધન ફીટ પાણીનાં સંગ્રહ કરી શકાય છે.

તેમને મળેલાં સન્માન..

  • ૧૯૯૫માં ભારતમાં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તેમને આપવામાં આવ્યું હતું.

    લંડનની સિવિલ એન્જિનીયરિંગ સોસાયટીએ તેમને માનદ મેમ્બરશિપ આપવામાં આવી હતી.

    તેમને ડોકટરેટની માનદ પદવીઓ પણ મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.