ટીમ ઈન્ડિયાના ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સીઝન ઘણી શાનદાર ચાલી રહી છે. તેણે અત્યાર સુધીના પોતાના પ્રદર્શનથી દિગ્ગજોને પણ હેરાન કરી દીધા છે. ગુરુવારે પણ કુલદીપે પોતાના એકલા દમ પર દિલ્હી કેપિટલ્સને ચોથી જીત અપાવી હતી. ગુરુવારે રમાયેલા મુકાબલામાં દિલ્હી ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટથી હાર આપી હતી.અને આ મેચમાં કુલદીપ યાદવે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામ પર કર્યો હતો.
મેચમાં કુલદીપે 3 ઓવર નાખી, જેમાં તેણે માત્ર 14 રન આપ્યા અને 4 વિકેટ લીધી હતી. તેણે કોલાકાતની ટીમના કેપ્ટન શ્રેયસ ઐય્યર, બાબા ઈન્દ્રજીત સુનીલ નરેન અને ધાક્કડ બેટ્સમે આન્દ્રે રસેલને પોતાના શિકાર બનાવ્યા હતા.અને દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે મેચમાં કુલદીપને માત્ર 3 ઓવર જ આપી હતી, જોકે તે પહેલા જ 4 વિકેટ લઈ ચૂક્યો હતો. તેવામાં કુલદીપ પાસે ચોથી ઓવર ન કરાવવા બદલ તેની ઘણા લોકોએ આલોચના પણ કરી હતી. હવે મેચ પછી પંતે આ અંગે ખુલાસો આપ્યો હતો.
ઋષભ પંતે કહ્યું હતું કે- સતત મેચ હારવાના કારણે મનમાં ચિંતા અને બેચેની હતી. અમે વિચારી રહ્યા હતા કે મેચને અંત સુધી લઈ જઈએ. જેનાથી જીતવાના ચાન્સ વધારે રહે. શોન માર્શનું કમબેક ઘણું સારું રહ્યું છે. ખલીલ અહમદના આવવાથી પ્લેઈંગ-11 પૂરી થઈ જશે. અમે પોઈન્ટ ટેબલ તરફ નથી જોઈ રહ્યા. અમે માત્ર આગળી મેચ પર નજર રાખી રહ્યા છીએ.અને અમે અમારા પ્લાનને ફોલો કરવા ઈચ્છીએ છીએ.અને ટીમને ફિલ્ડીંગમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. હું કુલદીપને ચોથી ઓવર આપવા ઈચ્છતો હતો પરંતુ ઓસના કારણે બોલ ભીની થઈ રહી હતી અને આ જ કારણે મેં કુલદીપને ચોથી ઓવર આપવાનું ટાળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.